________________
૭૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
નદીયક્ષને ઘેર પ્રીતિને લીધે શ્રીમુખ યક્ષ ગયા, તેણે તેને કહ્યું કે હું મિત્ર ! તું મારે સ્થાને કેમ આવતા નથી ? ” ત્યારે તે નદીયક્ષ બેન્ચેા કે ગ્રામ્યજનાના મુખ અને દૃષ્ટિના ભયથી હું તારે ત્યાં આવતા નથી, કારણ કે તે ધ, વિવેક, જ્ઞાન અને બુદ્ધિરહિત હોય છે, તેથી તેના મુખ જોવા લાયક જ નથી.” ત્યારે શ્રીમુખે કહ્યું કે—
“ પરીક્ષા વિના આ વાત હુ' સત્ય માનીશ નહિ.” ત્યારપછી તે બન્ને યક્ષેાએ તેની પરીક્ષા કરવા માટે કાઈ ગામમાં જઈ વૃક્ષપર રહેલા પેલા હંસ અને કાગડાના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેમણે આ સમગ્ર ચેષ્ટા કરી. માટે હે ભાઈ ! આ હુંસ અને કાગડાની કથાને તુ સત્ય માનજે.” ઉત્તમ જના આનંદ રાજાની જેમ પ્રાણાંતે પણ અસત્ય ખેલતા જ નથી.” તે સાંભળી સિહકુમારે પૂછ્યું કે—“તે આનંદ રાજા કાણુ હતા ? ” ત્યારે શ્રીજયાનંદ કુમાર એલ્ચા કે—
સત્યવાદીપણા ઉપર આનંદ રાજાની કથા
નદિપુર નામના નગરમાં આનંદ નામના સત્યવાદી રાજા હતા. તે સ્વભાવે પણ ઉત્તમ હતા, વિશેષે કરીને જૈનધમ નુ પાલન કરતા હતા, પાપથી ભય પામતા હતા અને ખળ, ભાગ્ય તથા પરાક્રમવડે પ્રૌઢ હતા, ખત્રીશ લક્ષણવાળો હતા, ઘણા રાજાઓથી તે સેવાતા હતા, તેની સ` પ્રજા સુખી હતી, તથા તે માટી ઋદ્ધિવાળો હાવાથી કેટ મૂલ્યના અલ કારને નિરંતર શરીરપર ધારણ કરી રાખતા હતા.
એક દિવસ અલંકાર સહિત તે રાજા ક્રીડા કરવા માટે સૈન્યને લઈ બહાર ગયા. ત્યાં તે રાજા અશ્વોને વિવિધ પ્રકારની ગતિ કરાવતા હતા, તેટલામાં તેને અશ્વ આકાશમાં ઉડીને તે રાજાને મોટા જગલમાં લઈ ગયા. તે અશ્વને આવા દોષવાળો જાણીને રાજા તેના પરથી કુદકા મારી તેને ત્યાગ કરી પૃથ્વીપર ઉતરી પડવો, એટલે તે અશ્વ અદૃશ્ય થઈ ગયે.. પછી રાજા વિસ્મય પામીને ત્યાં ફરવા લાગ્યા. તેટલામાં ઉચા શસ્ત્રને ધારણ કરી ચાર ચારા તેની પાસે આવ્યા; પણ રાજા ધૈયવાન હાવાથી ક્ષેાભ પામ્યા નહીં. તે ચારાએ તેને કહ્યું કે—
“ અહા ! અમારા ભાગ્યથી અલ`કાર સહિત તું અમને મળ્યેા છે, પણ પ્રથમ અમારૂં ચિરત્ર તું સાંભળ. અમે ચારે ક્ષત્રિયા સુરપુર નગરના રાજાના સેવક છીએ. રાજાએ કાઈ પણ અપરાધને લીધે અમને કાઢી મૂકચા છે, તેથી અમે અહીં પર્વતપર