________________
પંચમ સગ. * આવીને રહ્યા છીએ. ગુરૂમહારાજ પાસેથી ધર્મને સાંભળ્યા છતાં પણ બીજી રીતે આજીવિકા નહિ ચાલવાથી અને સર્વથા પ્રકારે ચોરીનો ત્યાગ કરવાની શક્તિ ન હોવાથી અમે આ પ્રમાણેના બે નિયમે ગ્રહણ કર્યા છે. તેમાં એક તે એ કે, - રાજા સિવાય બીજાનું ધન ચોરીને લેવું નહીં. કારણ કે બીજાનું ધન લેવાથી તેઓ અ૫ અદ્ધિવાળા હોવાથી ઘણું દુઃખી થાય, પણ ઘણું ત્રાદ્ધિવાળો હોવાથી રાજા દુઃખી થતું નથી. અને બીજે નિયમ એ છે કે-છેડી ડી ચોરી કરવાથી બરાબર આજીવિકા ચાલે નહીં, તેથી દુર્ગાન થાય, અને લાંબા કાળ સારી રીતે આજીવિકા ચાલી શકે તે માટે એક લાખથી ઓછી ચેરી કરવી નહીં. તે આવા સારા લક્ષણવાળો તું કોણ છે ? અને તારા આ અલંકારનું મૂલ્ય કેટલું છે? તે સત્ય કહેજે, મહાપુરૂષ કદાપિ અસત્ય વાણું બોલતા જ નથી.”
આ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ વિચાર્યું કે “આ ચારે પિતાની આજીવિકા માટે મારા અલંકારો ભલે ગ્રહણ કરે, પરંતુ માત્ર કટિ ધનને માટે હું પાપના મૂળ કારણભૂત એવા અસત્યને તે નહીં બોલું. આ ધન તે અનિત્ય હોવાથી પરિણામે નાશવંત છે, અને સત્ય ધર્મ નાશ પામનાર નથી, વળી ધનથી અલ્પ સુખ પ્રાપ્ત થાય છે અને સત્યધર્મથી તે અનંત સુખ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચાર કરી રાજા બોલ્યો કે–“હું રાજા છું, અને અશ્વના આકર્ષણથી અહીં જંગલમાં આવી ચડડ્યો છું, અને મારા આ અલંકાર કોટી મૂલ્યના છે.”
આ પ્રમાણે કહીને અલંકારોને પડાવી લેવાને ઇચ્છતા તે ચેરોને રાજાએ પોતે જ અલંકારો કાઢી આપ્યા. તે લઈને હર્ષ પામતા તેઓ પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા અને રાજા એકલે વનમાં ભ્રમણ કરવા લાગ્યું. ભમતાં ભમતાં કઈ તાપસના આશ્રમને પામીને રાજાએ કુળપતિને નમસ્કાર કર્યા. કુળપતિએ તેને પૂછયું કે–
તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે?ત્યારે રાજાએ પોતાનો વૃત્તાંત કહ્યું. તે સાંભળી કુલપતિએ કહ્યું કે-“આ વનમાં એક રાક્ષસ છે. તે તાપસ વિના બીજા સર્વ મનુષ્યને ખાઈ જાય છે, તેથી તું તાપસને વેષ ગ્રહણ કરી લે.” ત્યારે રાજાએ તેણે આપેલ વેષ ગ્રહણ કર્યો. ત્યારપછી રાજા ફળનો આહાર કરી સરોવર ઉપર ગયે. ત્યાં રાજા સ્નાન કરવા તૈયાર થયે, તેટલામાં તે રાક્ષસ ત્યાં આવ્યું. તેણે કહ્યું કે–
“હે તાપસ! તું ક્યાંથી આવ્યો છે? તું કોઈ ને તાપસ જણાય છે, માટે