________________
પંચમ સર્ગ. . કહેવા છતાં પણ તમે મારી બેટી સાક્ષી નહીં જ પૂરો તે હું તમારી સ્ત્રીઓનાં મસ્તક પર રહેલા જળના ઘડાઓને અપવિત્ર કરી નાખીશ, તમારા પશુઓને ચાંદા પાડવા વિગેરે વડે તેમને અત્યંત પીડા કરીશ, પુરૂષ અને સ્ત્રીઓનાં મસ્તક પર બેસી શીધ્રપણે ઉડી જઈશ, તડકે સૂકવેલા ધાન્યાદિકને ખાઈ જઈશ, બાળકાદિક પાસેથી ચાંચ મારીને ભેજનાદિકને ઉપાડી જઈશ, તથા એવી જાતના બીજા પણ અત્યાચારેવડે ગામના લોકોને દુઃખી કરીશ.
આ પ્રમાણે તેની મનુષ્ય વાણીથી વિસ્મય પામેલા અને તેની કહેલી હકીકતથી ભય પામેલા ગ્રામ્યજનોએ ધર્મ અધર્માદિકને ગણ્યા વિના ખોટી સાક્ષી પૂરવાનું કબુલ કર્યું. પછી કાગડો હંસ પાસે ગયો અને તે બન્નેએ સાથે આવી તે ગ્રામ્યલકો પાસે ન્યાય પૂછો, ત્યારે તેઓએ કહ્યું કે
“આ કાગડાનું આ હંસી સાથે ધામધૂમપૂર્વક લગ્ન થયું છે, તે અમે અમારી નજરે જોયું છે.” આવું તેમનું વચન સાંભળી હંસ અત્યંત દુઃખી થયો. તેને કાગડાએ કહ્યું કે –“હે મિત્ર ! તારી પ્રિયાને તું જ ગ્રહણ કર. હું તને પ્રાણદાતારને છેતરીશ નહીં. આ તો મેં આ રીતે ગામડીઆ લોકની પરીક્ષા કરી છે.”
આ પ્રમાણે હંસને કહી તેણે ગામડીઆઓને પણ કહ્યું કે–“હે લેજે! મારો બતાવેલા અલ્પ ભયના કારણથી પણ તમે ખોટી સાક્ષી પૂરી, તેથી તમને આ ભવમાં અને પરભવમાં પણ અત્યંત દુઃખ પ્રાપ્ત થશે. આ જગમાં બેટી સાક્ષી જેવું બીજું કંઈ પણ મહાપાપ નથી, કારણકે ખોટી સાક્ષીથી જ હિંસાદિક સર્વ પાપોની ઉત્પત્તિ થાય છે.”
એમ કહી હંસ સહિત કાગડાએ કોધ પામી કેઈક ઠેકાણેથી ચાંચવડે અંગારાના સમૂહને લાવી તેની વૃષ્ટિ કરી અને તે ગ્રામ્યજનોનાં ઘરે બાળી નાંખ્યાં. તે ગ્રામ્યજને પણ ખોટી સાક્ષીના પાપથી મરીને દુર્ગતિમાં ગયાં. માટે હે ભાઈ! આ ગ્રામ્યજનોની કથા સાંભળી તું તેમને વિષે વિશ્વાસ કરીશ નહીં.”
આ પ્રમાણે સાંભળીને સિંહકુમાર બોલ્યો કે –“મને ખેતી કથા કહીને કેમ છેતરે છે? કેમકે તિય મનુષ્યની જેવી ચેષ્ટા કરી શકતા જ નથી.” શ્રીજયાનંદકુમારે ઉત્તર આપ્યો કે—“તારું કહેવું સત્ય છે, પરંતુ જે કારણે હંસ અને કાગડાએ તેવી ચેષ્ટા કરી તે કારણ તું સાંભળ,
આ ગામમાં એક દેવાલયને વિષે શ્રીમુખ નામના યક્ષની મૂર્તિ છે, તેની સર્વ જને પૂજા કરે છે. તે યક્ષને મિત્ર નંદીયક્ષ નદિપુરમાં વસે છે. એક દિવસ તે
જ-૧૦