________________
७२
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
રજિત થયેલા ઢાકારે ગામડીઆની સંમતિથી કહ્યું કે—“ તારૂં વચન સત્ય છે.” ત્યારપછી હર્ષ પામેલેા સિંહસાર તેને નમી ભાઈની સાથે આગળ ચાલ્યેા. કેટલેક દૂર જઈ તે દુષ્ટ બુદ્ધિવાળાએ શ્રીજયાનંદ પાસે તેની બે આંખો માગી ત્યારે તેણે કહ્યું કે— જડબુદ્ધિવાળા અને અધમી ગામડીઆએ શુ સમજે? તેઓની બુદ્ધિ કે વાણી કાઈ પણ ઠેકાણે અસત્ય સાક્ષી આપવામાં સ્ખલના પામતી નથી. તેથી હું ભાઈ ! હુંસ અને કાગડાના દૃષ્ટાંતથી તુ ગામડીઆ ઉપર ભસે ન રાખ.” સિંહે પૂછ્યું કે—“હુંસ અને કાગડા કેવા હતા ? ” ત્યારે શ્રીજયાનંદકુમારે કહ્યુ` કે, સાંભળ
(C
ધન્યપુર નામના ગામમાં નિર'તર અગાધ જળના ભરેલા એક દ્રષ હતા. તેમાં એક દિવસ કાઈ કાગડા તેની અંદર ફરતા મત્સ્યને જોઈ તેને પકડવા અંદર પડચો. તેટલામાં મત્સ્ય તત્કાળ જળમાં ઉડા પેસી ગયા, પણ તે કાગડાની પાંખેા ભીંજાઈ ગઈ, તેથી તે તરવામાં કે ઉડવામાં અશક્ત બન્યા, એટલે તે જળમાં ડુબી જવા લાગ્યા, તે જોઈ ને હંસીના કહેવાથી હંસે દયાવડે તે કાગડાની નીચે જળમાં આવી તેને પેાતાની પીઠપર બેસાડી તેને બહાર કાઢો. ત્યારપછી કાગડા સ્વસ્થ થયા ત્યારે તે હર્ષ પામી હંસી સહિત હસને આગ્રહપૂર્વક પેાતાના નિવાસવાળા વટવૃક્ષ ઉપર લઈ ગયા, અને એક ક્ષણવાર પ્રીતિ બતાવીને તેને વશ કર્યાં. પછી કાંઈક ઉપકાર કરવાને ઇચ્છતા કાગડાએ આમ્રવૃક્ષપરથી પોતાની ચાંચ વડે કેરીઓ લાવી હ`સી સહિત હ‘સને જમાડયો. “ પ્રીતિનુ ફળ પરસ્પરના સત્કાર કરવા તેજ છે. ”
ત્યારપછી હંસી સહિત હંસ ઉડીને પેાતાના સ્થાને જવા લાગ્યા, તે વખતે કાગડાએ હંસીને કહ્યું કે—“ હું પ્રિયા ! તુ ક્યાં જાય છે? ” એમ તેને જતી અટકાવી. તે વખતે હંસે કાગડાને કહ્યું કે—“ આ તા મારી પ્રિયા છે, તારી નથી, કેમકે તે તારાથી વિલક્ષણ છે. ” ત્યારે કાગડા મેલ્યા—— સમાન રૂપવાળી તેા બહેન હાય છે, અને અન્ય કુળમાં ઉત્પન્ન થયેલી પ્રિયા અને છે, આ વાત જો તને સત્ય ન લાગતી હૈાય તે અમારા બન્નેના લગ્ન જે ગામમાં થયા છે તે લગ્નને જોનાર ગામના લોકોને પુછ. તે લેાકેા જ આપણા ઝઘડાને પતાવી આપશે. અહા ! ઉપગારી પ્રત્યે અપકાર કરનારને ધિક્કાર છે.
“ હસે તેનું વચન કખુલ કર્યું, ત્યારે કાગડા તેને માપિતાના સેગન આપી અટકાવી ત્યાંજ રાખી પાતે ગામની અંદર ગયા. ત્યાં ગ્રામ્યજનાને મનુષ્યની વાણીવડે. પાતાને વિવાદ જણાવી તે કાગડાએ કહ્યુ` કે, હે ગામના લોકો આ ખાખતમાં તમારે મારી હડહડતી ખાટી સાક્ષી પુરીને પણ તમારે મને જ સાચા કરવા પડશે, આ પ્રમાણે