________________
પંચમ સગ.
તે સાંભળી સિંહસાર કુમાર બે કે-“હે ભાઈ તારું કહેવું સત્ય છે, પરંતુ હાલમાં તો અધર્મથી જ સંપત્તિમાં દેખાય છે. કારણ કે જેઓ અન્યાયનું પોષણ કરનાર અને કૂર કર્મ કરનાર હોય છે, તેમની પાસે લક્ષ્મી દેવામાં આવે છે, અને જેઓ ધર્મનું સેવન કરનારા છે, તેમને વિપત્તિવાળા જોવામાં આવે છે.” ત્યારે યુવરાજને પુત્ર શ્રી જયાનંદકુમાર બે કે
“ પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ હોઈ શકે છે, તેથી પૂર્વ જન્મમાં કરેલા તે બન્નેનું અનુક્રમે તે ફળ જાણવું, પરંતુ આ ભવમાં જે પુણ્ય કે પાપ કર્યું હોય તેનું ફળ બીજા ભવમાં ભેગવવું પડશે. આમ્ર અને વીહિ વિગેરેની જેમ તેનું ફળ તેજ ભવમાં મળતું નથી.” તે સાંભળી દુષ્ટ હૃદયવાળે રાજપુત્ર નેહ દર્શાવતે બેલ્ય કે-“આપણે બંને ભાઈઓએ પરસ્પર વિવાદ શા માટે કરવો જોઈએ? કારણકે પરસ્પરનો વિવાદ પ્રેમનો નાશ કરે છે, તેથી આપણે કોઈ બુદ્ધિમાન પુરૂષને પૂછીએ અને તે કહે તે સાચું માનીએ તે સાંભળી શ્રી જયાનંદકુમારે પણ બહુ સારું આ પ્રમાણે કહ્યું, ત્યાર પછી આ શ્રી જયાનંદકુમાર ઉપર રાજા અને પ્રજાના અત્યંત પ્રેમને જાણતે સિંહસાર મનમાં વિચારે છે કે મારા શત્રુ આ જયાનંદ સાથે કોઈ એવા પ્રકારની શરત કરીને અને તે શરતમાં તેને ફસાવી તેને આંધળો બનાવું. પછી એ આંધળો રાજ્ય ગાદીને ગ્ય ન જ રહે અને મારા પિતા જયરાજાની ગાદીને હું માલીક બનું, આ પ્રમાણે આ પાપી સિંહસારે મહા દુષ્ટ વિચાર કરી શ્રી જયાનંદકુમારને કહ્યું કે હે ભાઈ આપણે કઈ એવા પ્રકારની શરત કરીએ અને થયેલ શરતમાં આપણા બેમાંથી જે કઈ હારે તેને પિતાની બને આંખ જીતેલાને કાઢી આપવી, આ પ્રમાણે આ દૂષ્ટના દૂષ્ટ આશયને નહી જાણતા સરળ સ્વભાવિ શ્રી જયાનંદકુમારે પાપી એવા સિંહસારની શરત કબુલ કરી.
ત્યારપછી તે બન્ને ભાઈઓ કઈ ગામડામાં જઈ તે ગામમાં ગામડીઆ લાકે સહિત ચારામાં બેઠેલા ગામના ઠાકરને જોઈ સિંહસાર કુમારે તેને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે-“હે બુદ્ધિરૂપી ધનવાળા સપુરૂષ! હું કહું છું કે પાપથી શુભ થાય અને આ કહે છે કે ધર્મથી શુભ થાય છે. તે અમારા બેમાં સત્ય વચન કોનું છે તે તમે કહે.”
તે સાંભળી ઉત્તમ રૂપ અને વેશવાળા તે સિંહસારની માયા અને નમસ્કાર વિગેરેથી
૧. પૂર્વ જન્મમાં જેણે પાપાનુંબંધી પુણ્ય કર્યું હોય તે આ જન્મમાં લક્ષ્મી વિગેરે પુણ્યનું ફળ પામે છે અને પાપકમ ઉપાર્જન કરે છે, તેનું ફળ હવે પછીના જન્મમાં મળશે, તથા જેણે પૂર્વભવમાં પુણ્યાનુબંધી પાપ કર્યું હોય તે આ જન્મમાં દારિદ્યાદિક પાપનું ફળ પામે છે, અને પુણ્યકર્મ ઉપાર્જન કરે છે. તેને પુણ્યનું ફળ આવતા ભવમાં મળે છે.
ICC 'કાળજ8"
LIKવી
છે