________________
co.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રાજાને અમારા બે સિવાય બીજો કોઈ રાજ્ય ગાદીને ચોગ્ય નથી. તેમજ પૂર્વજોના આચાર પ્રમાણે આ રાજા યૌવન વયનું ઉલ્લંઘન થશે ત્યારે જરૂર તપસ્યા ગ્રહણ કરશે.”
આ પ્રમાણે વિચાર કરી શ્રી જયાનંદકુમારને તેણે માયાકપટથી કહ્યું કે-“હે ભાઈ ! આપણે જ્ઞાન સંપાદન કરવા માટે દેશાંતરમાં જઈએ; કારણ કે જ્યાં અનેક પ્રકારના આશ્ચર્યો જેવાય છે, અનુપમ કળાઓ શીખાય છે, ભાગ્યની પરીક્ષા કરાય છે, સજજન અને દુર્જનને ભેદ સમજાય છે. વિવિધ પ્રકારનાં તીર્થોની વંદના થાય છે, કલેશ સહી શકે તેવું શરીર થાય છે, તથા ધૂર્તાદિકનાં વૃત્તાંત જાણી અદ્ભુત નિપુણતા પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે દેશાંતરમાં ફરવાથી ઘણુ ગુણ પ્રાપ્ત થાય છે. એક ઠેકાણે રહેવાથી તેવા લાભ પ્રાપ્ત થતા નથી, પરંતુ હે ભાઈ તારા વિયેગને નહીં સહન કરવાથી હું એકલો જવાને ઇચ્છતું નથી. તેથી હે ભાઈ! ચાલ, આપણે માતાપિતાને પૂછયા વિના સાથે જ કેઈ દેશાંતરમાં જઈએ. કારણ કે તેમને પૂછવાથી તે તેઓ આપણને જતાં અટકાવે–જવા દે નહીં.”
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી પિતાને વિષે તેનો પ્રેમ અકૃત્રિમ છે એમ જાણનારા સરળ સ્વભાવવાળા અને બુદ્ધિમાન જનેમાં શ્રેષ્ઠ એવા જયાનંદકુમાર તેનું વચન અંગીકાર કરીને બીજે જ દિવસે રાત્રીને સમયે તે બને કેઈ ન જાણે તેમ સહિત પિતાના નગરમાંથી નીકળી ગયા.
કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી વાત કરવાનો પ્રસંગ ચાલ્યું. તેમાં ધર્મ અને અધર્મને વિચાર ચાલતાં યુવરાજના પુત્ર શ્રી જયાનંદ કુમારે કહ્યું કે –“મનુષ્યના ઘરમાં ચિતરફ જે ઇચ્છિત લક્ષ્મી વિલાસ કરે છે, મુખને વિષે લાઘા કરવા લાયક વાણી
ફરે છે, હદયમાં બુદ્ધિ કુરે છે, શરીરને વિષે સૌભાગ્યલક્ષ્મી હુરે છે, બાહુને વિષે બળ ફુરે છે, અને દિશાઓને વિષે કીર્તિ ફેલાય છે, તે સર્વ સંપુરૂને અરિહંત પરમાત્માના ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
જે ધર્મ સુખને આપે છે, વિપત્તિના સમૂહને હરે છે, કલ્યાણને વિસ્તારે છે, અકલ્યાણને નાશ કરે છે અને આધિ સહિત વ્યાધિના સમૂહને હણે છે, તે આહંત ધર્મને જ વિદ્વાને સેવે છે. પુણ્યશાળી પ્રાણીઓના ભોગવટા માટે જ પૃથ્વી ધનને ધારણ કરે છે, ખાણે મણિઓને, વૃક્ષે ફળને, તામ્રપર્ણા નદી મોતીને, લતા પુપેને અને વિંધ્યાચળની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે.”