________________
પાંચમ સ
ફૂટ
હવે મર્દાન્મત્ત સિ'હસાર કુમાર નિઃશ`કપણે નગરમાં ક્રીડા કરતાં પેાતાની ઈચ્છા પ્રમાણે દુકાને વિગેરેમાંથી પુરૂષ અને સ્ત્રીઓનાં આભૂષણાક્રિકને પડાવી લેતા હતા, મામાં અશ્વને ખેલાવતાં પાણી ભરનારી સ્ત્રીઓના ઘડા ફાડતા હતા, સુંદર રૂપવાળી સ્ત્રીઓનું હરણ કરતા હતા અને માલ ભરેલાં ગાડાંઓને પણ લૂટતા હતા.
તેના આવા પ્રકારના અન્યાયથી ક્રોધ પામેલા નગરજનોએ શ્રીજયરાજાને વિનતી કરી, ત્યારે રાજાએ તેમને આશ્વાસન આપી સત્કાર કરી રજા આપી, અને કુમારને ધિક્કાર્યો. એ પ્રમાણે બે ત્રણ વાર થયા પછી એક દિવસ રાજાને તાંબૂલ આપવા જતી દાસીને તે કુમારે બળાત્કારથી લૂંટી તેની પાસેથી તાંબૂલ લઈ લીધુ. તે કાપ પામીને ખેલી કે રે દુષ્ટ ! નૈમિત્તિકનું વચન સત્ય જ છે.” તે સાંભળી કુમારે તે દાસીને ધનવડે લેાભ પમાડી પૂછ્યું, ત્યારે તે દાસીએ સર્વ હકીકત કહી બતાવી. કહ્યુ` છે કે— 44 न तरुस्तटिनीतटे चिरं, न खले प्रीतिरघात्मनीन्दिरा ।
न च धर्मरसोऽतिलोभके, न च गूढं हृदि तिष्ठति स्त्रियाः ॥ "
નદીને કાંઠે રહેલું વૃક્ષ ચિરકાળ ટકી શકતું નથી, તેમ જ ખળ પુરૂષને વિષે પ્રીતિ, પાપીને વિષે લક્ષ્મી, અતિ લાભીને વિષે ધના રસ અને સ્ત્રીના હૃદયમાં ગુપ્ત વાત—એટલા વાનાં લાંખેા કાળ ટકી શકતાં નથી.”
66
દાસીનું વચન મનમાં રાખી મનમાં દુભાયેલા કુમાર ત્યાંથી ચાલ્યા ગયા, દાસીએ પણ તત્કાળ તે કુમારનેા અન્યાય રાજાને કહ્યો. તરત જ રાજાએ તેને ખેાલાવી અત્યંત ક્રોધથી કહ્યું કે—
66
લોકેાને ઉદ્વેગ પમાડે છે. અરે
· અરે પાપી ! અન્યાયવડે હમેશાં તું નગરના દુષ્ટ ! જે નિર્માળ કુળમાં તું ઉત્પન્ન થયા છે, તેને જ તું કલ ંકિત કરે છે, ઘરમાં પણ દુષ્ટ ચેષ્ટા કરે છે, નિષેધ કર્યાં છતાં પણ રહેતા નથી, માટે અહીંથી દૂર જા. જો આજ પછી તું મારા દેશમાં કાઈપણ ઠેકાણે રહીશ, તેા તારા કાન અને નાક કાપી નાખીશ. પુત્રના અન્યાયને પણ હું સહન કરનાર નથી.”
આ પ્રમાણે શ્રી જયરાજાના વચન સાંભળી સિહસારે વિચાર કર્યું કે- મારા પીતા વિગેરેને મારા પ્રત્યે દ્વેષ થયા છે, તેથી જો હું એકલા જ દેશાંતરમાં જઈશ, તેા રાજા અને લેાકેાની પ્રીતિને લીધે શ્રી જયાન ંદ જ રાજા થશે; તેથી જો હું તેને સાથે લઈ ને જાઉ તા રાજ્ય આપવાને વખતે દેશાંતરમાં પણ રહેલા મને રાજા પાછે ખેલાવે. વળી