________________
ચતુર્થ સ .
એવા મને વાંઢીને પછી જ ભાજન કરતા હતા, દેવીના પ્રભાવથી યુદ્ધ કર્યા વિના જ સર્વ શત્રુઓને તેણે વશ કર્યા હતા, તેણે દયાનું ફળ સાક્ષાત્ જોયેલુ હતુ તેથી પેાતાના સમગ્ર દેશમાં અમારી (જીવદયા) પ્રવર્તાવી છે અને શ્રાવક ધર્મનું પાલન કરતા તે સદ્ગુરૂના યાગ જ્યારે મળે ત્યારે તેની સેવા કરતા હતા.
આ પ્રમાણે ચિરકાળ સુધી ધમય રાજ્ય ભાગવી આયુષ્યને ક્ષય થયે મરણુ પામી તે સેામ રાજા પહેલા સૌધર્મ દેવલાકમાં લક્ષ્મીએ કરીને ઇંદ્રને! સામાનિક દેવ થયા છે. ચિરકાળ સુધી જૂદા જૂદા દેશેામાં વિહાર કરતા હું ફરીથી અહી આવ્યા. તે હકીકત અવધિજ્ઞાનવડે જાણીને તે દેવે અહીં આવી મને હર્ષોંથી વંદના કરી. પછી પૂર્વના ઉપકાર સંભારી તે દેવે ભક્તિથી મારી પાસે નૃત્યાદિક કર્યું.
હે બુદ્ધિમાન ભવ્યંજને ! આ પ્રમાણે ગુરૂસેવાનુ અને દયાનુ ફળ જાણી હમેશાં ધના મૂળરૂપ અને વાંછિત સુખ આપનાર ગુરૂસેવા અને જીવદયા એ બન્ને ઉપર આદર કરે.” આ પ્રમાણે ગુરૂનુ વચન સાંભળી અધિક ધર્મની બુદ્ધિવાળો શ્રીજયાનંદ કુમાર બોલ્યેા કે—“ હે પ્રભુ ! યુદ્ધાદિકના કારણ વિના સ્થૂળ એવી હિંસા, અસત્ય, ચૌય અને પરસ્ત્રીના ત્યાગાદિકવડે હું સકિતને ચાભાવીશ.”
જ્ઞાનીએ કહ્યું—“ આ ધમરૂપી કલ્પવૃક્ષનું સારી રીતે પાલન કરજે. કેમકે તેનાથી જ તને આ લાકમાં તથા પરલેાકમાં ઈષ્ટ સુખલક્ષ્મી પ્રાપ્ત થશે.” તે સાંભળી જયાનંદ ‘વ્રુત્તિ ’. કહી, મુનિની વાણી અ’ગીકાર કરી, પેાતાના આત્માને કૃતાર્થ માની, પ્રાતઃકાળ થયે। ત્યારે મુનિને નમી, પેાતાને સ્થાનકે ગયા.
સિંહસાર કુમાર તે ભારે કમી હાવાથી મુનિના વચનપર શ્રદ્ધા નહીં કરતા છતાં તેમને પ્રણામ કરી ભાઈની સાથે ઘેર ગયા. દેવે વિગેરે પણ સમકિત વિગેરે ગુણા પામી મુનિને નમી આકાશમાર્ગે પોતપાતાને સ્થાનકે ગયા. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યાં. પછી અંગીકાર કરેલા ધર્મનું પાલન કરતા, ખીજા ગુણ્ણાને ઉપાન કરતા, શ્રીગુરૂ અને દેવની ભક્તિને ધારણ કરતા તથા જયલક્ષ્મીને મેળવવાના પરાક્રમવાળા યુવરાજને પુત્ર શ્રીજયાનંદ કુમાર જગતના સર્વ જનેાને ઈષ્ટ થયેા.
:
આ પ્રમાણે શ્રીતપગચ્છના નાયક શ્રીમુનિસુંદર સૂરિએ રચેલા શ્રી જયાનંદ કેવળીના ચરિત્રને વિષે પહેલા વ્રતનુ` પાલન અને અપાલનના માહાત્મ્યને જણાવનાર ભીમ અને સેામનું દૃષ્ટાંત તથા શ્રી જયાન ંદને થયેલ પ્રતિબધ વિગેરેના વર્ણનરૂપ આ ચેાથે સ સમાપ્ત થયેા.
= 0)