________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તેણીએ મને પૂછયું હતું કે–“હે ભગવાન! શું આ બન્ને પુરૂષ અંગીકાર કરેલા ધર્મને બરાબર પાળશે ?” ' કહ્યું કે–“પહેલે (ભીમ) ધર્મની વિરાધના કરશે અને બીજે વ્રતનો આરાધક થશે.” ત્યારપછી આજે અવસર મળવાથી તે દેવીએ તારી પરીક્ષા કરી અને તે તારાપર પ્રસન્ન થઈ.” આ પ્રમાણે સાંભળી સોમ હર્ષિત થયો. પછી મેં કહેલા વિવિધ પ્રકારના જીવાદિકના વિચારેને સાંભળી હૃદયમાં ધારણ કરી તેણે રાત્રી નિર્ગમન કરી.
અહીં દેવતાએ કરેલી તેમની રક્ષા વિગેરેને વિચાર કરી ભય પામેલા રાજાને માંસ ખાવાના અજીર્ણથી રાત્રીએ ગૂઢ વિસૂચિકાને વ્યાધિ ઉત્પન્ન થયે, અને તે રાત્રીમાં જ મરણ પામી બીજી નરકે ગયે. “અતિ ઉગ્ર પુણ્યની જેમ અતિ ઉગ્ર પાપ પણ તત્કાળ જ ફળે છે.” ભીમ પણ જાણે સ્વામી (રાજા) ની ભક્તિથી જ હોય તેમ તે જ પ્રમાણે તે જ રાત્રીમાં મરણ પામ્ય, અને વ્રતભંગાદિકના ઘોર પાપે કરીને ત્યાંજ (બીજી નરકમાં) ઉત્પન્ન થયે.
પ્રાતઃકાળે રાજાનાં મરણનાં કાર્યો કરીને તે રાજા પુત્ર રહિત હવાથી મંત્રી વિગેરે અધિકારી વર્ગ રાજ્યને યોગ્ય પુરૂષની શોધ કરવા લાગ્યા. પરંતુ કેઈ ધ્યાનમાં નહીં આવવાથી તેઓએ પંચ દિવ્ય અધિવાસિત કર્યા. તે દિવ્ય નગરમાં ભમી બહાર નીકળી પર્વત તરફ ચાલ્યાં, તે વખતે પિતાના કુટુંબની સારસંભાળ કરવા માટે નગર તરફ આવતા સોમને જેઈ હાથીએ તેને કળશના જળથી અભિષેક કર્યો. અને તેને ઉપાડીને પિતાની પીઠ પર બેસાડ્યો; વીંઝાતા ચામરથી તે શોભિત થયે, તેના મસ્તક પર છત્ર ધારણ થયું, અને અવે હેકારવ કર્યો. તે વખતે આકાશમાં રહેલી તેજ દેવી બેલી કે–
હે લેજે તમે સર્વે સાંભળો. આ સર્વ ગુણોએ કરીને સહિત સોમને મેં તમને રાજા તરીકે આપે છે. તેની આજ્ઞાનું જે મનુષ્ય ખંડન કરશે, તેને હું યમરાજનો અતિથિ કરીશ.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ, અને સર્વ લેકે હર્ષ પામી તે સેમ રાજાને નમ્યા. પછી જેને વિષે બંદીજનોએ જય જય શબ્દની ઉદ્ઘોષણા કરી છે અને વાઈના શબ્દવડે આકાશ પણ ગાજી રહ્યું છે એવા નગરમાં મોટી અદ્ધિ સહિત સોમરાજાએ પ્રવેશ કર્યો અને રાજમહેલમાં પહોંચ્યા. ત્યાં રાજસભામાં સચિવાદિકે સિંહાસન પર બેસાડીને તેને રાજ્યાભિષેક કર્યો.
ત્યારપછી તે રાજા ન્યાય અને ધર્મવડે પ્રજાને સુખી કરતા રાજ્ય કરવા લાગે. આ પ્રમાણે દયા ધર્મની દઢતાને લીધે તેમ આ ભવમાં પણ રાજા થયા અને ભીમ તથા રાજા હિંસાના પાપથી નરકના અતિથિ થયા. સેમ રાજા હમેશાં ગુફામાં રહેલા