________________
ચતુથ સર્ગ : જે રાજા ક્રોધાયમાન થયેલ છે, તેથી તું કેટલી ભૂમિ આગળ જઈ શકીશ? તું હણા જ છે એમ સમજ. અમે હમણાં જ તારી ભેળા થઈ જઈશું.”
ઈત્યાદિક ભીમ વગેરે સુભટોના સમૂહની કર્ણકટુક વાણી સાંભળી ભયથી મનમાં વ્યાકુળ થયેલે સોમ વિશેષે કરીને જલદીથી નાસવા લાગ્યો. તેટલામાં અકસ્માત્ માર્ગમાં ચારે બાજુ ચાલતી અને સ્થિર ઘીચોઘીચ રહેલી અત્યંત સૂક્ષ્મ એવી લાખો દેડકીઓ તેના જેવામાં આવી. તે જોઈ દયાળુ સોમે વિચાર કર્યો કે
જે હું જલદીથી પર્વત ઉપર જઈશ, તે આ સુભ મને ગ્રહણ કરી શકશે નહીં. કારણ કે આ પર્વતને વિષમ અને ઉંચે પ્રદેશ અહીં નજીકમાં જ છે. પરંતુ જલદી ચાલવાથી મારા પગ વડે આ દેડકીઓ મરી જશે, માટે અંગીકાર કરેલા વ્રતને તે પ્રાણ ત્યાગ થાય તો પણ હું તજીશ નહીં.” | ઇત્યાદિક વિચારીને સાગાર અનશન ગ્રહણ કરી તે સાત્વિક સમ કાર્યોત્સર્ગવડે ત્યાંજ સ્થિત થઈ પરમેષ્ટિના ધ્યાનમાં રહ્યો. તેટલામાં ભીમ વિગેરે દૂર સુભટે તેની પાસે આવી પહોંચ્યા, અને તેને હણવાની ઈચ્છાથી તેના પર તેઓએ વિવિધ પ્રકારના શસ્ત્રોના પ્રહારો કર્યા. પરંતુ તેના શરીર ઉપર એક પણ શસ્ત્રને પ્રહાર લાગે નહીં. ઉલટી આકાશમાંથી તેના પર પુષ્પની વૃષ્ટિ થઈ અને આકાશમાં દુંદુભિને શબ્દ થયે.
આવી હકીકત જોઈ તેઓ હદયમાં વિસ્મય પામ્યા, તેટલામાં તેમના મસ્તક પર ચતરફથી પથ્થરો પડવા લાગ્યા. તે પથ્થરથી હણાતા તેઓ આકંદ કરતા અને ભયથી વિહળ થયા છતા એકદમ પાછા વળીને ગામ ભેગા થઈ ગયા અને તે વૃત્તાંત યથાર્થપણે રાજાને કહ્યો. ત્યારપછી દેદીપ્યમાન શરીરવાળી કઈ દેવી સેમની પાસે આવી, અને તેના ધર્મથી તુષ્ટમાન થયેલી તે સર્વ દેડકીઓને હરી લઈ બોલી કે–
હે ધીર! કાત્સર્ગને પારી લે, મેં આ દેડકીઓ દેખાડીને તારા અંગીકાર કરેલા વ્રતની–સ્થિરતાની પરીક્ષા કરી છે. પ્રાતઃકાળે તને રાજ્ય મળશે. હમણાં તું અહીં નજીકમાં મુનિ છે તેની પાસે જા, રાત્રિએ ત્યાં જ રહેજે.” આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ
. ત્યારપછી આ સઘળો વૃત્તાંત જાણ હર્ષથી વ્યાપ્ત થયેલે એમ કાર્યોત્સર્ગ પારીને અહીં આવી મને નખે. પછી જ્યારે રાત્રી થઈ ત્યારે વિસ્મય પામેલા તે સમે મને પૂછયું કે—“હે ભગવાન! મને જીવિત આપનારી તે દેવી કોણ હતી?” ઉત્તર આપે કે –
તે આ ગુફાની અધિષ્ઠાયિકા દેવી છે. મારા ઉપદેશથી તે ધર્મ પામી છે, તેથી તે મારા પર ઘણું ભક્તિ રાખે છે. તમે બંનેએ ધર્મ અંગીકાર કર્યો તે વાત જાણીને
\\IIIII
IC7Z
Gર