________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે વિચારી સામે તેને ઘણી રીતે નિષેધ કર્યો તો પણ તે ભીમે બાણ વડે મૃગને હણે તેને લઈ જઈ રાજાને આપ્યા. હવે સોમે વિચાર કર્યો કે “મારા પ્રાણના રક્ષણ માટે મારે અન્યના પ્રાણ શા માટે હરવા જોઈએ? જેમ મારા પ્રાણ મને પ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ પોતાના પ્રાણ પ્રિયજ હોય છે. રાજા કેપ કરે કે ન કરે, અથવા મારા પ્રાણ હરે કે ન હરે. પરંતુ હું તો મૃગને મારી મારું વ્રત ભાંગીશ નહીં. કહ્યું છે કે–
" निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥"
નીતિમાં નિપુણ પુરૂ નિંદા કરે અથવા સ્તુતિ કરે, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા તેની ઈચ્છા પ્રમાણે ચાલી જાઓ, આજે જ મરણ થાઓ અથવા બીજા યુગમાં મરણ થાઓ, તેપણ ધીર પુરૂષે ન્યાયના માર્ગથી કદાપિ ચલાયમાન થતા નથી.” ___"निमित्तमासाद्य जवेन किश्चन, स्वधर्ममार्ग विसृजन्ति बालिशाः।
तपश्रुतज्ञानधनास्तु साधवो, न यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् ॥"
અજ્ઞાની મનુષ્યો કાંઈક નિમિત્તને પામીને તત્કાળ પિતાના ધર્મમાર્ગને છેડી દે છે, પરંતુ તપ, શ્રત અને જ્ઞાનરૂપી ધનવાળા પુરૂષે હું કઈ આવ્યા છતાં પણ વિક્રિયા પામતા નથી.”
આ પ્રમાણે વિચાર કરી તે સત્ત્વવાળ સેમ મૃગોને લીધા વિના નગરમાં આવી આજે મૃગને લાભ થયે નહીંએમ રાજાને ઉત્તર આપી પિતાને ઘેર ગયો. રાજાએ ભીમનું લાવેલું મૃગનું માંસ કંઠપર્યત ખાધું. અને તેના પર તુષ્ટમાન થઈ તેને પિતાની આજ્ઞા પાળવામાં તત્પર છે એમ જા. પછી રાજાએ તેને પૂછયું કે—“સોમ મૃગોને કેમ ન લાવ્યો?” ત્યારે ઈર્ષોથી સત્ય હકીકત કહી. તે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે –
હે ભીમ ! તું મારા સુભટો લઈને જા અને મારી આજ્ઞાને લેપ કરનાર તે સોમને જલદીથી હણી નાખ, હું તને એક શ્રેષ્ઠ ગામ આપીશ.”
આ પ્રમાણે સાંભળી ગામના લેભથી ભીમ રાજાએ હુકમ કરેલા સુભટેની સાથે આયુધ ઊંચાં કરી સોમને હણવા તેને ઘેર ગયે. તેટલામાં પ્રથમથી જ શંકાવાળે સેમ કોઈ મનુષ્ય પાસેથી તેને આવતો જાણી પર્વત પર નાસી જવા માટે નગરની બહાર નીકળી ગયો. સુભટોથી પરિવરેલે ભીમ પણ તેની પાછળ દેડ્યો. અને નજીકમાંજ ભયથી વિહળ થયેલા સેમને નાસતે જે. એટલે “અરે દુષ્ટ ! ઉભો રહે. યમરાજ