________________
૬૩
ચતુર્થ સર્ગ: જોઈ તેમણે તેના પર ઘણાં બાણો મૂક્યાં, પરંતુ નજીક છતાં પણ એક બાણ કઈ પણ મૃગને લાગ્યું નહીં. તે પ્રમાણે જોઈ તે બન્ને રાજસેવકે વિસ્મય પામ્યા. પછી તે મૃગનું ટોળું મારી પાસે આવ્યું અને હર્ષથી ધર્મદેશના સાંભળવા લાગ્યું. તેની પાછળ ચાલતા તે સેવકે પણ ત્યાં આવ્યા, અને મને જોઈ તેઓએ વિચાર્યું કે –
ખરેખર આ મુનિના મહિમાથીજ મૃગલાઓને આપણાં બાણ લાગ્યાં નહીં. કારણ કે તપસ્વીઓ સમગ્ર જગતના પ્રાણીઓને નિગ્રહ અને અનુગ્રહ કરવાને સમર્થ હોય છે.” આ પ્રમાણે વિચારી હૃદયમાં વિસ્મય તથા ભયને પામેલા તે બન્નેએ મને પ્રણામ કર્યા. અને કહ્યું કે— - “હે તપસ્વી ! અમારા અપરાધને ક્ષમા કરશે, અમને ભસ્મસાત કરશે નહીં, અમે તમારા મૃગોને મારશું નહીં.” તે સાંભળી મેં કૃપાથી ધર્મલાભની આશિષવડે તેમને આનંદ પમાડી કહ્યું કે –“તમને અભય છે. પરંતુ તમે ધર્મનું રહસ્ય સાંભળો. જીવોને હંમેશાં સુખ જ પ્રિય હોય છે. અને સર્વે જીવે જીવિતને જે ઈચ્છે છે. તેથી તે જીવન જીવિતનું હરણ કરવાથી તમે નરકના અતિથિ થશે. પ્રાણીઓનું માંસ ખાવાથી, પરસ્ત્રી પ્રત્યે ગમન કરવાથી અને પંચેંદ્રિય પ્રાણીને વધ કરવાથી જીવની અવશ્ય નરક ગતિ જ થાય છે અને હિંસા નહીં કરવાથી પ્રાણીઓને ઉત્કૃષ્ટ આરોગ્ય, આયુષ્ય બળ, યશ, રૂપ, નિત્યસુખ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે ધર્મ સાંભળી તે બન્ને બુદ્ધિમાન રાજસેવકે પ્રતિબોધ પામી સમતિ સહિત પહેલું અણુવ્રત અને માંસના આહારને નિષેધ અંગીકાર કરી અમને હર્ષ થી અને ભક્તિથી વાંદી પિતાને સ્થાને ગયા અને અંગીકાર કરેલા તે ધર્મને નિરંતર પાળવા લાગ્યા. . એક દિવસ મિથ્યાદષ્ટિ અને હિંસક એવા તેમના રાજાએ કેઈની પાસેથી તેમને આ વૃત્તાંત સાંભળી ક્રોધથી તેમને આજ્ઞા આપી કે-“હે સેવકે ! મને આજે મૃગનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે, તેથી તમે બન્ને વનમાં જઈ જલદીથી જુદે જુદે શિકાર કરી મૃગોને મારી લાવો.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળી “આજે તે મૃગ મળ્યા જ નહીં એ ઉત્તર આપણું” એમ વિચારતા તે બન્ને સેવકે વનમાં ગયા. ત્યાં દૈવયોગે મૃગોને જોઈ ભીમે વિચાર કર્યો કે “જે આ મૃગોને હું હણું તે મારા વ્રતનો ભંગ થાય છે અને જો નથી હણને તે સ્વામીના કેપનું પરિણામ ભયંકર આવવા સંભવ છે. અથવા તે હું પરતંત્ર છું, તેથી મને વ્રતભંગને દેષ કાંઈપણ લાગશે નહીં. વળી વ્રતનું ફળ તો પરલેકમાં મળશે, પણ સ્વામીને કેપ તે આજે જ ફળશે.”
- એ/ T
II
-