________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ત્યાં રાત્રીને સમયે તેમણે કોઈ ઠેકાણે દિવ્ય ગીત અને વાજિંત્રને વનિ સાંભળ્યો. એટલે તરત જ સાહસિક એવા તે કુમાર કૌતુકથી તે શબ્દને અનુસારે ચાલતાં દૂર રહેલા કીડાપર્વતના શિખર પર પહોંચ્યા. ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનમાં લીન થયેલા કોઈ મુનિની પાસે કાંતિવડે સૂર્યનો તિરસ્કાર કરનાર એક દેવ, દેવીઓ સહિત તેમના જેવામાં આવ્યું. તે દેવ પડહ વગાડતો હતે, એક દેવી નૃત્ય કરતી હતી, તથા બીજી ત્રણ દેવીએ અનુક્રમે તાલ, વીણા અને વાંસળી વગાડતી હતી. તે સર્વે ઘણું ભક્તિથી સાધુના ગુણ ગાતા હતા.
આ પ્રમાણે ત્યાં તે બન્ને કુમાર વિશ્વને મોહ પમાડનારું નાટક જોયું. તેવામાં સમતાભાવે રહેલા તે મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચારે નિકાયના દેવતાઓ ત્યાં આવ્યા. તેઓ વાજિંત્રના નાદ સહિત કેવળજ્ઞાનનો ઉત્સવ કરી, કેવળીને નમસ્કાર કરી તેમણે વિકર્વેલા સુવર્ણ કમળપર બેઠેલા તે કેવળજ્ઞાનીની સન્મુખ બેઠા.
તે કેવળજ્ઞાની ભગવંતે સર્વ દેવોને તથા બને કુમારને ધર્મલાભને આશીર્વાદ આપી તેમને સમક્તિ અને અણુવ્રતથી આરંભી વિસ્તારથી ધર્મ કહ્યો. તે વખતે શ્રી જયાનંદ કુમારે સમક્તિ ગ્રહણ કર્યું, પછી ગુરૂને પૂછયું કે –“હે સ્વામી! જે દેવ આપની પાસે નાટક કરતો હતો તે કોણ છે?ત્યારે કેવળજ્ઞાની ભગવતે કહ્યું કે–તેને વૃત્તાંત કહું તે સાંભળો.
જીવદયા ઉપર ભીમ અને સેમની કથા હું વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરને વિષે અગ્રેસર જયંતનામને રાજા હતા. એક દિવસ સૂર્યને ગ્રહણ થયેલ જોઈ તત્કાળ પ્રતિબોધ પામી મેં દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે હું શ્રુતને પારગામી થે. એક દિવસ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈ ચોમાસામાં વિંધ્યાચળ પર્વતની ગુફામાં ચાર માસના ઉપવાસ કરી ચોમાસું રહ્યો.
આ ગુફાથી બે પેજન દૂર ગિરિદુર્ગ નામનું નગર છે, ત્યાં સુનંદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાને ભીમ અને સોમ નામના બે સુભટ સેવકે છે. ગુફાથી એક ગાઉ દૂર તે રાજાનું ગોકુળ રહેલું છે. તે ગોકુળનું રક્ષણ કરવા માટે રાજાની આજ્ઞાથી તે બને સેવકે ઘણે ભાગે ત્યાં જ રહે છે.
એક દિવસ તે બને શિકાર કરવા માટે ગુફાની પાસે આવ્યા. ત્યાં મૃગના ટેળાને
ધ
ક