________________
ચતુર્થાં સ.
!
સંમતિથી સ શુભ લક્ષણાવર્ડ શેલતા અને ભાગ્ય તથા સૌભાગ્યના સમૂહવાળા તે પુત્રનું શ્રીજયાનંદ એવું નામ પાડ્યુ’.
ત્યારપછી ધાવમાતાઆવડે લાલનપાલન કરાતા તે રાજા અને યુવરાજના અને પુત્ર માતાપિતાના મનેરથાની સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે વિચિત્ર પ્રકારનાં રમકડાંએવડે ક્રીડા કરતા તથા પ્રાયે કરીને સાથે જ રહેતા તે બન્ને કુમારા કળા ગ્રહણ કરવાને ચેાગ્ય થયા, એટલે તે બન્નેને રાજાએ બુદ્ધિમાન કળાચાર્યને સાંપ્યા. કળાચાર્યે પણ અનુક્રમે શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સવ કળાએ તેમને શીખવી. તેમાં આચાર્યાંના જ્ઞાન પ્રમાણે અને પેાતાના ભાગ્ય પ્રમાણે તે અન્ને કુમારેા કળામાં નિપુણ થયા. રાજાએ ધનાદિકવડે આચાય ના સારી રીતે સત્કાર કર્યો.
હવે યુવાવસ્થાને પામેલા તે અન્ને કુમારેા સાથે જ ઋતુને અનુસરી ઉચિતતા પ્રમાણે ક્રીડા કરવાના સરોવર, વાવ અને વનાદિકને વિષે મિત્રા સહિત ક્રીડા કરવા લાગ્યા. કુળાદિક સામગ્રી સરખી છતાં પણ તે બન્ને કુમારની પ્રકૃતિમાં માટે તફાવત હતા. કારણ કે મનુષ્યના સ્વભાવ કના ભેદને લઈને ભિન્ન ભિન્ન પ્રકારનેા હાય છે.
સિંહસાર કુમાર ક્રૂરતામાં આસક્ત, અન્યાયાદિકવડે લોકાને ઉદ્વેગ પમાડનાર, ધર્મોરહિત, દુર્ભાગી, કાંઈક અવિનયવાળા અને અપ્રિયંવદ એટલે કઠોર વચન બેલનારા હતા. અને યુવરાજને પુત્ર જયાનંદ તે રૂપવડે કામદેવને તિરસ્કાર કરનાર, લીલાવડે મનેાહર લાવણ્યે કરીને સારા ભાગ્યવાળા, ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિવાળા, વિનયવાળા, સત્ય વાણી ખેલનારા, શૂરવીર, પરોપકારી, પ્રિય વચન બેલનારા, સ્વભાવે ઉદાર, સર્વજ્ઞના ધર્મોના રાગી, કૃતજ્ઞ અને લેાકપ્રિય હતા.
લેાકેાના મુખથી શ્રીજયાનંદ કુમારના ગુણાને સાંભળી સિંહસાર કુમાર પોતાના મનમાં ખેદ પામી શ્રી જયાનંદ કુમાર ઉપર કૃત્રિમ પ્રીતિ રાખવા લાગ્યા. પરંતુ શ્રી જયાનંદ કુમાર તેા સ્વભાવથી જ સરળ બુદ્ધિવાળા અને ગુણને વિષે જ એક દૃષ્ટિવાળો હાવાથી તે સિંહસાર કુમાર ઉપર પણ અકૃત્રિમ પ્રીતિને ધારણ કરતા હતા. કહ્યું છે કે
“ સો દ્દિ સ્વાનુમાનેન, મુળાન રોપાંચ પશ્યતિ । ईक्षते गुणिनं गुण्यः, सर्व पापश्च पापकम्
11
Viida
,,
“ સ કોઈ મનુષ્ય પોતાના અનુમાને કરીને ગુણુ અને દોષ જુએ છે. ગુણી માણસ સને ગુણી જુએ છે અને પાપી માણસ સને પાપી જુએ છે.”
એક દિવસ તે બન્ને કુમારેા વસંત ઋતુમાં ક્રીડા માટે ઉદ્યાનમાં રાત્રી રહ્યા હતા.