________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રાત્રિએ કમળાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. ગર્ભ વૃદ્ધિ પામતાં તેણીને ધર્મ અને શૂરતાને અનુસરતા જે જે શુભ દેહદ ઉત્પન્ન થયા, તે સર્વે યુવરાજે પૂર્ણ કર્યો. અનુક્રમે ગર્ભસમય પૂર્ણ થતાં નંદનવનની ભૂમિ જેમ કલ્પવૃક્ષને અને પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ કમળારાણીએ શુભ લગ્ન કાન્તિ વડે દેદીપ્યમાન એવા પુત્રરત્નને જન્મ આપ્યો.
હવે શંખપુર નામના નગરો અધિપતિ માનવીર નામનો રાજા હતા. તે જય રાજાને શત્રુ હતું, તેને જીતવા માટે જય રાજા જવાને તૈયાર થયો. તેને વિનયથી નિવારી યુવરાજ સૈન્ય સહિત શીધ્રપણે જઈ યુદ્ધ વડે તેને બાંધી જ્ય રાજા પાસે લઈ આવ્યું. આ સમયે દાસીએ આવી રાજા અને યુવરાજને વધામણી આપી કે–
“હે સ્વામિન કમળારાણીએ હમણાં તેજસ્વી પુત્રને જન્મ આપ્યો છે. તેવામાં બીજી દાસી આવી. તેણીએ બને રાજાને વધામણી આપી કે-“જન્મ પામેલા પુત્રનું નાભિનાળ દાટવા માટે પૃથ્વી ખોદતાં રત્નથી પરિપૂર્ણ એક કુંભ પ્રગટ થયો છે.” તે સાંભળી તે બન્ને ભાઈઓએ હર્ષ પામી તે નિધાનને કુંભ સેવકે પાસે મહેલમાં મંગાવ્યું. રત્નથી ભરેલા તે કુંભને પિતાના પિતાના નામના ચિન્હવાળો જઈ બંને જણ બેલ્યા કે,
“અહો! આ નિધિ નષ્ટ થયો હતો તે પુત્રના પુણ્યથી પાછો પ્રગટ થયે છે.” ત્યારપછી શત્રુને જય, પુત્રની પ્રાપ્તિ તથા લક્ષમીની પ્રાપ્તિ એ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલા હર્ષવડે તે બને ભાઈઓએ બને દાસીઓને ઈચ્છા પ્રમાણે દાન આપ્યું. ત્યારપછી તે બન્નેએ હર્ષથી પુત્રજન્મના ઉત્સવની પરંપરા કરી. તે ઉત્સવની પરંપરા ચતરફથી અપરિમિત વધામણાં આવવાથી મનહર દેખાતી હતી. બંદીજને જય જય શબ્દ કરી રહ્યા હતા, ગીત અને નાટયવડે મનહર લાગતી હતી, તેમાં એકીવખતે વગાડેલા અનેક વાજિંત્રના શબ્દવડે દિશામાં પણ મધુર શબ્દ કરતી હતી, વળી મોટાં દાને દેવાતાં હોવાથી સમગ્ર પ્રજા પણ આનંદ પામતી હતી, તથા તે ઉત્સવની શ્રેણિમાં ઈચ્છાનુસાર ધનની પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા યાચક શુભાશીષ દેતા હતા. તે વખતે માનવીર રાજાએ તે બન્ને રાજાને દંડ આપી તેમની આજ્ઞા અને સેવા અંગીકાર કરી. તેથી તેમણે તેને છોડી મૂક્યો, તથા બીજા પણ બંદીખાને રહેલા સર્વ કેદીઓને છોડી મૂક્યા.
આ પુત્રનો જન્મ શત્રુને વિજય કરનાર હોવાથી તથા દાન અને સન્માનાદિકવડે સર્વ જનેને આનંદદાયક હોવાથી તે બન્ને રાજાઓએ પ્રસન્ન થયેલા સર્વ સ્વજનેની
pril:d