________________
ચતુર્થ સર્ગ. પ્રીતિ નિ:સપત્ની સુખ મેળવવા માટે આ વિમળા અને કમળાના મિષથી જૂદા જૂદા ભર્તારને પામી હોય એમ લાગતું હતું અને પતિ પ્રીતિની જેવી તે સૌદર્યવાળી હતી.
એક સમયે રાત્રે સુખે સુતેલી વિમળાએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે –“સિંહ સહિત ભુંડ પિતાની પાસે આવ્યા. તેમાં ભૂંડ પિતાના ખેળામાં બેઠે અને સિંહ કઈ અન્ય સ્થળે ચાલ્યા ગયે.” આવું સ્વપ્ન જોઈ જાગી ગયેલી વિમળાએ તે સ્વપ્ન યથાર્થ રીતે ભર્તારને કહી બતાવ્યું. તે સાંભળી જય રાજાએ તેણીને કહ્યું કે –“ગુણે કરીને ભૂંડના જે તારે પુત્ર થશે અને ગુણે કરીને સિંહના જેવો પુત્ર કોઈ બીજી સ્ત્રીને થશે. પરંતુ તે બન્ને પુત્રને પરસ્પર પ્રીતિથી સાથે રહેવાનું થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી વિમળા હર્ષ અને ખેદ યુક્ત થઈ.
અહીં વસુસાર. પુરોહિતને જીવ કે જે ધૂમકેતુ સુર થયે હતો તે પિતાનું તિષ્કનું આયુષ્ય પૂર્ણ કરી તે જ રાત્રિને વિષે વિમળાની કુક્ષિમાં ઉત્પન્ન થ. તે ગર્ભના પ્રભાવથી તેની માતા વિમળાને હિંસા અને દ્વેષ વિગેરે કરવાના દેહદ ઉત્પન્ન થયા, તથા કૂરતા, અન્યાય અને કઠેરતા વિગેરે દોષ ઉત્પન્ન થયા. અનુકમે ગર્ભ સમય પૂર્ણ થયે વિમળા રાણીએ પુત્ર પ્રસ. દાસીએ રાજાને તેની વધામણી આપી ત્યારે રાજાએ તેણીને મોટું દાન (ઈનામો આપી પુત્રને જન્મ મહોત્સવ કર્યો. તેની માતાએ સ્વપ્નમાં માત્ર સિંહને જ જે ન હતા, તે પણ પુત્રને સિંહના ગુણે પ્રાપ્ત થાય તેવી આશાથી રાજાએ તેનું સિંહસાર નામ પાડયું.
એક દિવસ કમળા પણ રાત્રિએ સુખ સહિત સૂતી હતી, તે વખતે તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે–“સિંહ અને ભૂંડ અને પોતાની પાસે આવ્યા. તેમાંથી ભૂંડ કઈ અન્ય સ્થળે ચાલ્યા ગયે, અને સૌમ્ય દષ્ટિવાળો તથા બળવાન એવો સિંહ તેના ખોળામાં બેઠે.” આ પ્રમાણે સ્વપ્ન જોઈ કમળા જાગી ઊઠી, તેણીનું શરીર હર્ષથી ઉ@ાસ પામ્યું, પછી તેણીએ તે સ્વપ્નનું વૃત્તાંત પિતાના પતિને કહ્યું. તે સાંભળી યુવરાજે તેણીને કહ્યું કે –“તારે સિંહ જેવો પુત્ર થશે, અને ભૂંડના જેવો પુત્ર કે ઈ બીજી સ્ત્રીને થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી કમળા અત્યંત હર્ષ પામી. આ તેજ સમયે મતિસાગર મંત્રીને જીવ કે જે મહાશુક દેવલોકમાં દેવ થયે હતો, તે મોટા સુખવડે પિતાનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવી તે જ
૧ શકય રહિત એવી સ્ત્રીને જે સુખ છે તે સુખ.
\
\\\'હે