________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નથી.” એ વખતે ચક્રીને પવન વીંઝતા જે તેણે વિચાર કર્યો કે –“જે મેં મારા પિતાની સાથે દીક્ષા લીધી હતી તે યુદ્ધમાં થયેલ આ પરાભવ મારે જેવાને વખત આવત નહીં અને ચકવડે હણાઈને જે હું મરણ પામ્યા હતા તે અવશ્ય દુર્ગતિમાં જાત. કારણ કે પુણ્ય રહિત પ્રાણીઓની સદ્ગતિ ક્યાંથી થાય? વળી આવી ચેષ્ટાથી આ ચકી અવશ્ય દયાળુ અને જૈનધમી ઉપર પ્રીતિવાળે જણાય છે. તેથી આને પ્રણામાદિકવડે સંતોષ પમાડી અવસરને ઉચિત કરું.
આ પ્રમાણે વિચાર કરી તેણે ચક્રીને કહ્યું કે –“હે રાજા ! તમારી દયા અદ્ભુત છે, કે જે દયા પ્રગટ અપરાધ કરનાર એવા મારે વિષે પણ ઓછી થઈ નથી. હું સાધમીક બંધુની સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી, મારું રાજ્ય તમે સુખેથી ગ્રહણ કરે, હું હવે ચારિત્ર અંગીકાર કરીશ. તમને મહા બળવાનને હું નમસ્કાર કરું છું.”
આ પ્રમાણેના તેના વચન સાંભળી શકીએ કહ્યું કે –“હે રાજેદ્ર! મારે તમારા રાજ્યનું કાંઈ પણ કામ નથી. તેને તમે સુખેથી ભેગ. હું તે માત્ર પ્રણામને જ ઈચ્છું છું અને તે પ્રણામ તમે મને કર્યો છે.” આ પ્રમાણે વાતચીત થયા પછી વહિવેગ ચકીને નમસ્કાર કરી પ્રાર્થના વડે તેને પિતાના નગરમાં લઈ ગયે. અને તેને પિતાની તથા અન્ય વિદ્યાધરોના કુળમાં ઉત્પન્ન થયેલી પાંચસે કન્યાઓ પરણાવી. પ્રથમ બળાત્કારે હરણ કરેલી તે કન્યાઓને પણ તેમના પિતાએએ હર્ષથી તેમને જ આપી, અને દક્ષિણ એણિમાં રહેલા સર્વ વિદ્યાધરેએ તેમને પ્રણામ કર્યા. આજ્ઞાને વશ થયેલા બીજા વિદ્યાધરેએ પણ હસ્તી અશ્વાદિકના મેટા ભેંટણપૂર્વક રૂપ અને યૌવનથી શેભતી હજાર કન્યાઓ આપી. પછી ચકીએ આઠ મુખ્ય નગર વન્ડિગને આપ્યાં, અને બીજાં નગરે બીજા વિદ્યાધરને આપ્યાં. “રાજરીતિ આવી જ હોય છે. ”
ત્યારપછી ચક્રીએ ઉત્તર શ્રેણિમાં જઈ ત્યાંના તમામ વિદ્યાધરોને લીલામાત્રથી જ જીતી લીધા અને તેઓએ ભેટણ સહિત આપેલી હજાર કન્યાઓને તે પર. આ પ્રમાણે ચક્રીને યૌવન અને રૂપ વિગેરે ગુણએ કરીને શ્રેષ્ઠ અને સ્વયંવરથી પ્રાપ્ત થયેલી કુલ સોળ હજાર પત્નીઓ થઈ. પ્રથમ આ ચકીએ જે કામિત કરી વિદ્યા આરાધી હતી, તેના બળથી તેણે વિષમ વૈરીઓને પણ જીતી લીધા. એ પ્રમાણે સર્વ રાજાઓને છતી મહોત્સવવડે પિતાના નગરમાં જઈ ચકાયુધ રાજા ચકવતની જેમ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીને ભેગવવા લાગે.
અહીં બુદ્ધિમાન વન્ડિગ રાજા પોતે પરાભવ પામ્યો, ત્યારથી જ વૈરાગ્ય પામેલે