________________
વતીય સર્ગ. * ધ્યાનવડે તે દેવે આપેલી વિદ્યા સાધવાનો આરંભ કર્યો. તે સમયે લંકા નગરીનો શતકંઠ રાજા પિતાની પ્રિયાઓ સહિત મેરૂપર્વત પર રહેલા જિનેશ્વરેને વાંદી પાછો વળી લકા તરફ જતો હતો, તે આકાશમાગે ત્યાંથી નીકળે, તે વખતે વિદ્યા સાધતા ચકાયુધ રાજાનો તે સાતમો દિવસ હતો. તેના મસ્તક પર થઈને જતાં તે શતકંઠ વિદ્યાધર રાજાનું વિમાન ખલના પામ્યું. એટલે તરત જ નીચે જોઈ ચકાયુધને ધ્યાનમાં રહેલ જાણ ક્રોધથી અંધ થયેલો તે શતકંઠ રાજા વિદ્યાવડે સપને વિકર્વી તે સપૅવડે તેને વૃક્ષની સાથે બાંધી પિતાની નગરીએ ચાલ્યા ગયે. આ રીતે બાંધ્યા છતાં પણ ધ્યાનમાં નિશ્ચળ રહેલા તે વિદ્યાધરપતિને તે જ વખતે સર્પોને નાશ પમાડી દેદીપ્યમાન કાંતિવાળી તે વિદ્યા સિદ્ધ થઈ અને બોલી કે—
“હે વત્સ! તારા સવવડે હું પ્રસન્ન થઈ છું, મારા પ્રસાદથી તે જગતને જય મેળવ, અને જ્યારે કાંઈ કાર્ય પડે ત્યારે તું મારું સ્મરણ કરજે.” એમ કહી તે વિદ્યા અદશ્ય થઈ. તે વિદ્યાધરના રાજા ચકાયુધે પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે લંકેશ્વરનું તે ચેષ્ટિત જાણી લીધું. પછી વિદ્યા સિદ્ધ થવાથી ખુશી થયેલા અને વૃદ્ધ સ્ત્રીઓએ જેનું માંગલિક કર્યું છે એવા તે રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. : એક વખત તે ચક્રાયુધં રાજાને તેના બે વિદ્યાધર સેવકોએ કહ્યું કે –“હે સ્વામી અયોધ્યાના રાજાને આઠ કન્યાઓ છે. તેના જેવી બીજી કોઈ પણ કન્યા મનોહર નથી, સાતે દ્વિીપમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના અને સર્વ અપ્સરાઓના રૂપનો સાર લઈને જગતકર્તાએ આ કન્યાઓ બનાવી હોય એમ જણાય છે. સર્વ સ્ત્રીઓને વિષે ઉત્તમ એવી તે કન્યાઓને સર્વ પુરૂષોમાં ઉત્તમ એવા તમે જ લાયક છે, તેથી તેમનું પાણિગ્રહણ તમે કરે. કારણ કે સો પાંખડીવાળા કમળો જિનેશ્વરદેવને જ ગ્ય હોય છે.”
આ પ્રમાણે તેમનાં વચન સાંભળી પ્રથમથી જ દિગ્યાત્રા કરવા માટે અત્યંત ઉત્સુક થયેલે તે ચક્રી મટી સેના સહિત અયોધ્યા પુરી તરફ ચાલ્યો. અનુક્રમે અધ્યાના ઉદ્યાનમાં તે આવ્યા, ત્યાં ત્રાસથી વ્યાપ્ત થયેલી નગરીને જોઈ તેણે અયોધ્યાના પતિ શ્રીચંદ્રને દતદ્વારા આ પ્રમાણે કહેવરાવ્યું કે–“આઠ કન્યાઓ સહિત દંડ આપે, અથવા યુદ્ધ કરવા શીધ્ર આવો. કારણ કે ન્યાયમાર્ગમાં રહેલા રાજાઓ છળથી પ્રહાર કરતા નથી.” - તે સાંભળી જેણે પરાક્રમવડે દિશાના સમૂહને વશ કર્યો છે એ તે અભિમાની રાજા કન્યાદાન તે દૂર રહો, પરંતુ દંડ આપવાને પણ ઈચ્છતો ન હોવાથી મોટું
=
=
=
- -
-
-
-
- =
=
=
=