________________
પ૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નારી વિદ્યાધરની સેંકડે સ્વયંવરા કન્યાઓ પરણાવી. અસરાઓની સાથે જયંતની જેમ સ્નેહથી આ ચિત્તવાળી તે સ્ત્રીઓ સાથે તેણે સર્વ પ્રકારના અનુપમ ભેગસુખનો ચિરકાળ અનુભવ કર્યો.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં ભુવનાનંદ નામના જ્ઞાની ગુરૂ ચારણમુનિ પરિવાર, સહિત પધાર્યા. તે વખતે વિદ્યાધરના સમૂહ સહિત અને પુત્રાદિક પરિવાર સહિત સહસ્ત્રાયુધ રાજાએ સર્વ સમૃદ્ધિવડે આવી તે ગુરૂને નમી ધર્મદેશના સાંભળી. લઘુકમ હોવાથી પ્રતિબોધ પામેલા રાજાએ ચકાયુધ કુમારને રાજ્યપર સ્થાપન કરી તે જ ગુરૂની પાસે વિધિપ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. ચકાયુધ રાજા પણ સમ્યકત્વાદિકને અંગીકાર કરી ગુરૂને તથા પિતા વગેરે મહર્ષિઓને નમી પિતાને સ્થાનકે આ, બીજા પણ અનેક મનુષ્ય પિતાપિતાની શક્તિ પ્રમાણે ઘણે પ્રકારે ધર્મ અંગીકાર કરી પિતાપિતાને સ્થાનકે ગયા, ગુરૂએ પણ અન્યત્ર વિહાર કર્યો. ગુરૂની સાથે વિચરતા સહસ્ત્રાયુધ રાજર્ષિ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી, સંવેગસના સમુદ્રરૂપ થઈ, બાર અંગ અને ચૌદ પૂર્વને અભ્યાસ કરી, વિવિધ તપમાં રક્ત થઈ અનુક્રમે ગુરૂનું સ્થાન પામ્યા. “આવા ગુણીને તેવું સ્થાન પામવું તેમાં શું આશ્ચર્ય ?” . હવે મહા ભુજદંડના પરાક્રમવાળો ચકાયુધ રાજા વિદ્યાદેવીથી પ્રાપ્ત થયેલા ચક્રવડે સાર્થક નામવાળે થશે. તે રાજાએ વિદ્યાવડે બીજાં પણ કૃત્રિમ રને બનાવી સર્વ રાજાઓને છતી પિતાનું વિદ્યાધરના ચક્રવર્તીપણું પ્રસિદ્ધ કર્યું. ' '
એક સમયે તે રાજાએ પિતાની પ્રિયાઓ સહિત નંદીશ્વર દ્વીપ ઉપર જઈ ત્યાં રહેલા જિનબિંબની પૂજા કરી, અને પછી ભક્તિથી અરિહંતની પાસે સારી રીતે અત્યંત મનોહર નૃત્ય કર્યું. તે વખતે તેની પ્રિયાઓ વિચિત્ર પ્રકારના વાજિંત્રને સમ્યફપ્રકારે વગાડવા લાગી તથા જિનેશ્વરનાં ગીત ગાવા લાગી, તેથી તે નૃત્યની શોભા વૃદ્ધિ પામી. આવી નૃત્યવિધિને જોઈ ત્યાં આવેલું કેઈ દેવ તેના પર પ્રસન્ન થયે, તેથી અરિહંતની ભક્તિના વશથી તેણે તેને ઈચ્છિત વસ્તુ આપનાર એવી કામિત કરી નામની વિદ્યા આપી. ચક્રી સાધન અને વિધિ સહિત તે વિદ્યાને વિનયથી ગ્રહણ કરી જિનેશ્વરને તથા તે દેવને નમી પ્રિયાઓ સહિત પિતાના નગરમાં આવ્યું.
એક અવસરે તે ચકાયુધ રાજાએ લીલા ઘાસના વનવાળા કે પર્વત ઉપર તપ અને ૧ પિતાની જાતે વરને પસંદ કરનારી. ૨ ઇદ્રના પુત્રનું નામ કહેવાય છે.
TVGUOિD