________________
તૃતીયઃ સ
રૂ.
जयश्रीदोऽस्तु मे स श्री नेमिनव्यांबुद प्रभः । श्रेयोवल्लो प्ररोहाय, यः स्मृतोऽपि सदा भवेत् ॥ १॥
નવીન મેઘની સરખી કાંતિવાળા શ્રી નેમિનાથ મને જયલક્ષ્મી આપનાર થાઓ, કે જે માત્ર સ્મરણ કરવાથી જ કલ્યાણરૂપી લતાના અંકુરાને માટે થાય છે.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યે રહેલે, અત્યંત શોભાવાળો અને પૂર્વ પશ્ચિમ લાંબે તાઢય નામને પર્વત છે. વિવિધ પ્રકારના ધાન્યરૂપી ફળે કરીને સહિત આ ભરતક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વિધાતાએ વિપત્તિરૂપી પશુને નિષેધ કરવા માટે હંમેશાં તે વૈતાઢય રૂપી દંડ ધારણ કર્યો છે, તે પર્વત મૂળમાં પચાસ એજન પહેળો છે, ઉપર દશ યોજન પહોળે છે અને પચીશ એજન ઉચે છે. તથા પૂર્વ પશ્ચિમ સમુદ્રને સ્પર્શીને રહેલે છે. તે પર્વત ઉપર અરિહંતના ગુણને ગાનારા કીડા કરતા કિન્નરના યુગલેને ગીતના પ્રતિધ્વનિવડે જાણે ગુહાઓ પણ ગાતી હોય એવો ભાસ થાય છે. તે પર્વત ઉપર પહેલી બે શ્રેણિઓમાં વિદ્યાધરોના સુવર્ણના અને રત્નના ઘરેએ કરીને પચાસ તથા
સાઠ નગરે શોભે છે. બીજી બે શ્રેણિમાં સૌધર્મેન્દ્રના લોકપાળ અને આભિગિક (તિર્યંગ જાંભક) દેવના વિવિધ મણિમય આલ (આવાસ) છે. તથા સિદ્ધાયતન સહિત સિદ્ધફટ વિગેરે નવ ફૂટને ધારણ કરતું તે પવનું શિખર ક્રીડા કરતા દેવો અને દેવીઓના સમૂહવડે શેભે છે.
હવે આ પર્વત ઉપર પ્રથમની બે શ્રેણિ પૈકી ઉત્તર શ્રેણિને વિષે મણિ અને સુવર્ણમય મહેલેવડે નિરંતર પ્રકાશવાળું અને મને હર ગગનવલ્લભ નામનું મુખ્ય નગર છે. તે નગરમાં સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા મણિમય મહેલે વડે નિરંતર પ્રકાશ હોવાથી માત્ર કેકપક્ષીઓજ દિવસ અને રાત્રિના વિભાગને જાણે છે, પરંતુ ત્યાંના
૧ દશ જન ઉંચે જઈએ ત્યારે. ૨ દક્ષિણ શ્રેણિમાં. ૩ ઉત્તર શ્રેણિમાં ૪ બીજા દશ એજન ઉંચે જઈએ ત્યારે. ૫ પાંચ જન ઉપર ગયા પછી.
છે
,
મજા
2A
:
:
:
: