________________
દ્વિતીય સગ. ભ. પરંતુ કોઈ પણ ઠેકાણે તે સ્થાનને પામ્યું નહીં. દુષ્ટ ચેષ્ટાવાળો તે બ્રાહ્મણ દુષ્ટ વાસનાવડે મુગ્ધજનેને વાસિત કરી આર્ત અને રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી પહેલી નજરકે ગયે. ત્યાં તેણે પૂર્વના કર્મને લીધે વિવિધ પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં, પરમાધાર્મિક કરેલાં અને પરસ્પરનાં કરેલાં દુઃખ સહન કર્યા. પછી તે નરકમાંથી નીકળી તિર્યંચને વિષે અસંખ્ય ભમી, કેઈ ઠેકાણે નિધન, દુઃખી અને દુર્ભાગી બ્રાહ્મણ થ. નિર્ધનપણાદિકના દુઃખથી નિર્વેદ પામેલા તેણે તેવા પ્રકારના ગુરૂને સંગ થવાથી તાપસી દીક્ષા ગ્રહણ કરી. દુષ્કર તપ કર્યો. ત્યાંથી મરણ પામીને તે ધૂમકેતુ નામને તિષી દેવ થશે. ત્યાં મેટી દ્ધિવાળા તે મિથ્યાત્વીએ ઘણા પ્રકારનું સુખ જોગવ્યું.
અહીં રાજા અને મંત્રી વિગેરેને પ્રતિબોધ કરનાર અતિબળ નામના કેવળી રાજર્ષિ ચિરકાળ સુધી પૃથ્વી પર વિચારવા લાગ્યા. “હે ભવ્ય પ્રાણીઓ! દાનાદિક ધર્મનું અને ચારિત્ર ધર્મનું આ પ્રમાણે ફળ સાંભળીને તમે તે બન્ને પ્રકારના ધર્મને વિષે આદર કરે, કે જેથી કર્મરૂપી શત્રુની જ્યલક્ષમી તમને પ્રાપ્ત થાય.”
આ પ્રમાણે શ્રી તપગચ્છના નાયક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “જ્યશ્રી” શબ્દના ચિન્હવાળા આ રાજાધિરાજા શ્રી જ્યાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે તે રાજર્ષિના પૂર્વના ત્રણ ભવ, નરવીર રાજાના બે ભવ, વસુધાર પુરોહિતનું સ્વરૂપ, અતિબળ રાજર્ષિનું દૃષ્ટાંત અને ચારિત્ર ધર્મને પ્રભાવ એ વિગેરે વર્ણનવાળે આ બીજે સર્ગ સમાપ્ત થશે.