________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે કહી તે દેવ દુંદુભિને શબ્દ કરી અને રત્ન તથા સુવર્ણાદિકની વૃષ્ટિવડે વિશ્વના જનેને આશ્ચર્ય પમાડી, તે બન્નેને પ્રણામ કરી પિતાને સ્થાને ગયે. ત્યારપછી પ્રાત:કાળે એગ્ય અવસરે કાર્યોત્સર્ગ અને પૌષધને પારી લેકસમૂહના મુખથી ધર્મના માહાસ્યની પ્રશંસા સાંભળતા તે બન્ને રાજા અને મંત્રીએ મુનિને દાન આપી પાપનું નિવારણ કરનાર પારણું કર્યું. ત્યારપછી કેટલેક વખતે તેમણે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ વહન કરી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે :–
"दसण १ वय २ सामाइय ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सच्चित्ते ७ । ___ आरंभ ८ पेस ९ उद्दिट्ठवज्जए १० समणभू अ ॥११॥"
“દર્શન પ્રતિમા ૧, વ્રત પ્રતિમા ૨, સામાયિક પ્રતિમા ૩, પૌષધ પ્રતિમા છે, પ્રતિમા (કોત્સર્ગ) પ્રતિમા પ, અબ્રહ્મના ત્યાગરૂપ પ્રતિમા ૬, સચિત્તનો ત્યાગરૂપ પ્રતિમા ૭, આરંભના ત્યાગરૂપ પ્રતિમા ૮, પ્રેષ્ય (ચાકરને કામ બતાવવા) ના ત્યાગરૂપ પ્રતિમા ૯, ઉદ્દિષ્ટ (પિતાને ઉદ્દેશીને બનાવેલા) ના ત્યાગરૂપ પ્રતિમા ૧૦, અને શ્રમણભૂત એટલે સાધુ જેવા થવું તે રૂપ પ્રતિમા. ૧૧.” ( આ પ્રમાણે પ્રતિમા વહી, ઘણે તપ કરી, સમયે પિતાના આયુષ્યનો અંત જાણી, શુદ્ધ આરાધના અને અનશન ગ્રહણ કરી સાવધાન ચિત્તવાળા અને પરમેષ્ઠી મંત્રને વિષે નિશ્ચળ ધ્યાનવાળા તે રાજા અને મંત્રી બને આ મનુષ્ય શરીરને ત્યાગ કરી મહાશુક નામના સાતમા દેવલેકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. તે જ પ્રમાણે મંત્રીની અને પ્રિયાઓ પણ સારી રીતે સેવન કરેલા ધર્મના પ્રભાવથી તેજ દેવલોકમાં તેજ મંત્રીદેવના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. તે વખતે જય જય એવા શબ્દવડે વાચાળ એવા સેવકદેવોએ તથા અસરાઓએ જેમના ગુણની સ્તુતિ કરી છે એવા તે ચારે દે પ્રથમ નવા જન્મના કૃત્ય વિધિ પ્રમાણે કરી જે સુખ ભોગવવા લાગ્યા તે સુખ વાણીમાં ન આવી શકે અર્થાત્ વાણી દ્વારા કહી ન શકાય તેવાં હતાં.
શુદ્ધ સમતિને ધારણ કરનાર તે ચારે દેવ નંદીશ્વરાદિક તીર્થોને વિષે પવિત્ર યાત્રા કરવા લાગ્યા અને તીર્થંકર પાસે જઈ ધર્મનું શ્રવણ કરવા લાગ્યા. અમિત સુખમાં લીન થયેલા તેમના અસંખ્ય કોટિ વર્ષો ક્ષણાદિકની જેમ વ્યતીત થતા હતા, તેને તેઓ જાણતા પણ નહતા. પૂર્વ ભવમાં મુનિદાનાદિક પુણ્યકાર્યને વિષે હદયની શ્રદ્ધા વિશેષ હોવાથી તે મંત્રીને જીવ કાંઈક અધિક દેવસુખ ભગવતે હતો.
અહીં વસુસાર નામના પુરોહિતને રાજાએ કાઢી મૂક્યો, ત્યારે તે ઘણા દેશમાં