________________
દ્વિતીય સગે.
૫ - અન્યદા રાજા અને મંત્રી બન્ને પરિવાર સહિત પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી રાત્રે કાર્યોત્સર્ગી રહ્યા હતા, તેવામાં ત્યાં અગ્નિ ઉત્પન્ન થયો, પ્રચંડ પવનથી પ્રેરાયેલે તે અગ્નિ તરફથી ઘરને બાળવા લાગે અને નગરના લકે હાહાર કરવા લાગ્યા. સુભટેએ ધૂળ અને જળ વિગેરે વડે ઘણી રીતે બુઝાવવા માંડ્યો તો પણ વૃદ્ધિ પામતે તે અગ્નિ પૌષધશાળા સુધી આવતે સર્વ લોકોએ જોયે. તે વખતે રાજાને પરિવાર કેટલેક પૌષધમાં રહેલ હતું અને કેટલેક પૌષધમાં નહોતે તે સર્વ ભયબ્રાંત મનવાળા અને પ્રાણુના સંશયવાળા થઈ કહેવા લાગ્યા કે
હે સ્વામી! આ અગ્નિ પૌષધશાળાની ચોતરફ ફરી વળ્યા છે, માટે અહીંથી એકદમ મંત્રી સહિત આપ નીકળી જાઓ.” આવાં વચન સાંભળીને તથા અગ્નિને જેઈને પણ રાજા અને મંત્રી વિચારવા લાગ્યા કે-“અમે અત્યારે કાર્યોત્સર્ગ અંગીકાર કર્યો છે, તેને ભંગ કેમ કરાય ? મૃત્યુ થાઓ અથવા જીવિત રહો પરંતુ અત્યારે રાત્રિએ ચાલી નીકળવાથી પિષધનું ખંડન થાય તે કરવું એગ્ય નથી. કારણ કે જીવિત કરતાં ધર્મ અધિક છે. સર્વ કાળે પ્રાણ મળવા સુલભ છે, પરંતુ શુદ્ધ ધર્મ મળ એ મહા દુર્લભ છૅ તેથી જે ધર્મ મેક્ષનું સુખ આપનારે છે, તે પ્રાણને નાશ થાય તે પણ રક્ષણ કરવા લાયક છે.” આવા વિચારથી લોકોએ ઘણું કહ્યા છતાં પણ રાજા અને મંત્રી ત્યાંથી નીકળ્યા નહીં, ત્યારે પૌષધવાળા અને પૌષધ વિનાના બીજા સર્વે ત્યાંથી શીધ્રપણે નીકળી ગયા.
ત્યારપછી મનુષ્યના ભયયુક્ત શબ્દ સહિત તરફ પ્રસરેલા અગ્નિને જોઈ મરણને નિશ્ચય કરી રાજા તથા મંત્રી જેટલામાં અનશન કરવા તૈયાર થયા તેટલામાં તો ત્યાં કઈ પણ ઠેકાણે તેઓએ અગ્નિને જ નહીં, માણસેથી ઉત્પન્ન થયેલ કેલાહલ સાંભળવામાં આવ્યું નહીં અને પરિવારાદિક સર્વ જને સ્વસ્થપણે રહેલા જોવામાં આવ્યા. આમ જેવાથી આપણને ભ પમાડવા માટે કોઈ પણ દેવે આ સર્વ દેખાડયું જણાય છે.” એમ ધારી આશ્ચર્ય પામેલા તે બન્ને ક્ષણવાર વિચાર કરતા હતા તેટલામાં કઈક દેવે તેમના પર પુષ્પની વૃષ્ટિ કરી, ચોતરફ દિશાઓને પ્રકાશિત કરી, તથા તે બન્નેને પ્રણામ કરી કહ્યું કે
આજે સૌધર્મ દેવલોકના ઈંદ્ર પિતાની મોટી સભામાં પિતાનાજ મુખથી નિશ્ચળ વ્રતવાળા તમારી પૌષધ વ્રતની દઢતા સંબંધી પ્રશંસા કરી. તે પર વિશ્વાસ નહીં આવવાથી મેં અહીં આવી તમારી પરીક્ષા કરી છે. તે પરીક્ષામાં તમે દઢપણે પસાર થયા છે. તેથી તમને બંનેને નમસ્કાર હો.”