________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર માળી પણ અતિ ક્રોધી હોવાથી તે દુષ્ટ પ્રકૃતિવાળા ચાકરની ઉપેક્ષા કરી પુષ્પને ભાર પિતે ઉપાડી નગરમાં ગયે અને તેણે તે પુષ્પ રાજાને આપ્યાં. અનુક્રમે જિનપૂજાના પ્રભાવથી તે માળીની લક્ષમી વૃદ્ધિ પામવા લાગી.
કારણ કે ભાવથી કરેલી જિનપૂજા આ ભવમાં પણ કલ્પલતા સમાન છે. લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થવાથી તે ત્રણેને વિશેષ ભાવના ઉત્પન્ન થઈ. તેથી તેઓ હમેશાં જિનેશ્વરની અધિક અધિક પૂજા કરવા લાગ્યા. હે મંત્રી ! અનુક્રમે તે માળી આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને તું થયો છે. અને તારી પૂર્વભવની જે બે પત્નીઓ હતી તે આ ભવમાં પણ તારી પત્નીઓ થઈ છે. તાપસ પણ અજ્ઞાનતપ કરી આયુષ્યને ક્ષય થતાં પુરોહિત થયે છે, અને પૂર્વ ભવના સંસ્કારથી તે તારે દ્વેષી થયે છે.
પૂર્વભવમાં “શું તું બંધીખાને બંધાયો હતો ? ” એવું વચન કહી તે તેને તિરસ્કાર કર્યો હતો, તેથી તેણે આ ભવમાં તને છેટે પ્રપંચ કરી રાજા પાસે કેદ કરાવ્યો હતે. હે બુદ્ધિમાન ભવ્ય ! વચન માત્ર કરીને પણ જે કર્મ ઉપાર્જન કરાય છે તે સાક્ષાત્ જોગવવું પડે છે, એમ જાણીને વચનગને પણ સંવર કરે.”
આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું-“હે મુનીશ્વર ! આપે જે કહ્યું, તે સર્વ જાતિસ્મરણ થવાથી હું તેજ પ્રમાણે જોઉં છું. અહો ! અવ્યક્ત જિનપૂજાનું પણ આ પ્રમાણે મનુષ્ય ભવના ભેગાદિકરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે વ્યક્ત પૂજાનું તે કેવું ફળ થાય ?
આ પ્રમાણે મંત્રીને પૂર્વભવ સાંભળીને વિચાર કરતાં રાજા વિગેરે સર્વે ભવભીરૂ થઈ અધિક વૈરાગ્ય પામ્યા. ત્યારપછી રાજા અને મંત્રી વિગેરે સર્વે શક્તિ પ્રમાણે સુખને કરનાર ધર્મ અંગીકાર કરી કેવળીને નમસ્કાર કરી પિતા પોતાને સ્થાનકે ગયા. ગુરૂની વાણીવડે થયું છે જાતિસ્મરણ જેને એવી મંત્રીની અને પ્રિયાએ પણ અત્યંત સંવેગને પામી ગુરૂને નમી પોતાને સ્થાનકે ગઈ.
અનુક્રમે રાજાને તથા મંત્રીને ઘણા પુત્ર થયા. તેઓ અનુક્રમે કળા, યૌવન અને રૂપને પામી અનેક કન્યાઓને પરણ્યા. એકદા સંસારપર વૈરાગ્ય થવાથી રાજાએ તથા મંત્રીએ રાજ્ય તથા મંત્રીના વ્યાપારને ભાર પોતપોતાના મોટા પુત્ર ઉપર સ્થાપન કર્યો. પછી રાજા અને મંત્રી બ્રહ્મચર્ય અંગીકાર કરી સચિત્તને ત્યાગ કરી પ્રાયે આરંભથી પણ વિરતિ પામ્યા. નિરંતર દેવ ગુરૂની સેવામાં સાવધાન મનવાળા અને તેવાજ ઉત્તમ પરિવારવાળા તે બન્ને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈ સમય નિર્ગમન કરવા લાગ્યા.
AUD) Items