________________
દ્વિતીય સ ́.
૪૩
“ આ જ ભરતક્ષેત્રમાં રત્નસંચય નામના નગરમાં શત્રુએના સમૂહને ત્રાસ પમાડનાર નરદત્ત નામના પ્રસિદ્ધ રાજા હતેા. તે રાજાને માનવા ચેાગ્ય નંદન નામને એક માળી હતા. તેને સુદામા અને સુભગા નામની બે પ્રિયાએ હતી. તે માળીને રાજાએ માલતી, યૂથિકા (જીઇ), કુંદ (મચકુંદ) અને ચ'પક વિગેરે વૃક્ષાવાળા એક મોટા બગીચા સાંખ્યા હતા. તેને તે માળીએ વૃદ્ધિ પમાડયો હતા. તેમાંથી તે હમેશાં પુષ્પાને ચૂંટી ગૂંથેલા અને નહીં ગૂંથેલા (છૂટા) પુષ્પા રાજાને દેવપૂજા માટે અને અંગ ભાગને માટે પૂરા પાડતા હતા પુષ્પના મુગટ વિગેરે અલકારા, પુષ્પનાં ઘર અને પુષ્પની શય્યા વિગેરે કરીને તે માળી રાજાના મનનું રંજન કરતા હતા.
હવે તે ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલુ. એક માટુ' ચૈત્ય હતું. તેમાં રહેલી યુગાદીશની પ્રતિમાને પૌરજના મોટી સમૃદ્ધિ વડે નિરંતર પૂજતા હતા. તે જોઈ ને માળીએ વિચાયુ કે~
“ અહા ! આ કોઈ મોટા દેવ છે, કે જે આ પ્રમાણે નિર'તર પૂજાય છે, તેથી આ દેવની પૂજા ફળવાળી ( મેાટા ફળને આપનારી ) હશે.” એમ વિચારી તેણે તે અરિહત દેવની પાસે બીજા લેાકાએ મૂકાતા બીજોરાં જોઈને ઉત્તમ ભાવથી પાતે પણ એક ખીજોરૂં મૂકયુ. તે દિવસે પુષ્પના અલકારથી ખુશી થયેલા રાજાએ તેના પર અધિક પ્રસાદ કર્યો ( અધિક દાન આપ્યુ.). તેણે તે પૂજાનું ફળ માન્યું. ત્યારથી તે માળી તે દેવના ગુણાદિકને જાણતા નહાતા છતાં પણ પુષ્પ, પત્ર અને ક્ળે કરીને હમેશાં તે અરિહંત દેવની વિશેષ પ્રકારે પૂજા કરવા લાગ્યો. તેથી રાજાનું માન તથા દાન વિગેરે અધિક થતું જોઈ તેની બન્ને પ્રિયાએ પણ જિનેશ્વરની પૂજા કરવા લાગી.
66
પ્રત્યક્ષ ફળ જોયેલા કા'માં કાણુ આળસુ થાય ? ” તે માળીને કઠોર હૃદયવાળા મુઢ નામના એક ચાકર હતા, તે હમેશાં ઉદ્યાનમાંથી નગરમાં લઈ જવા માટે પુષ્પના ભાર વહન કરતા હતા. એકદા તે ચાકર પુષ્પા મસ્તકપર ઉપાડી દરરોજ કરતાં મેડા નગર તરફ જતા હતા. તેને માર્ગમાં માળી તેની સામે આવતા હતા તે મળ્યો, માળીએ ક્રોધથી તે વક્ર ચાકરને કહ્યું કે—
“ હું મૂઢ ! તું જલદી કેમ નથી આવતા ? શું તુ` મ`ધીખાનામાં બંધાયા હતા ? રાજાને દેવપૂજાને અવસર વીતી જાય છે તેની ખબર પડ઼તી નથી ? ” આવું તેનું વચન સાંભળી તે ચાકર પણ ક્રોધ પામી, પુષ્પના ભાર પૃથ્વીપર પડતા મૂકી દેશાંતરમાં ચાલ્યા ગયેા. અને ત્યાં તેવા પ્રકારના સંગ મળવાથી તે તાપસ થઈ ગયેા. હવે તે