________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે નિરંતર ઉચિત રીતે કરેલા સમગ્ર પુણ્યકાર્ય વડે સમયને નિર્ગમન કરતા રાજાએ યશવડે આખું જગત પૂરી દીધું. એજ રીતે બને પ્રિયા સહિત ઉત્કટ શુભ ભાવવાળા મંત્રીએ પણ પિતાની સર્વ શકિતથી વિશેષ કરીને અનેક પુણ્યનાં કાર્યો કર્યા.
રાજા અને મંત્રી બન્ને સાથે જ હમેશાં ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરતા, બે વાર પ્રતિક્રમણ કરતા, હમેશાં શક્તિ પ્રમાણે પચ્ચખાણ અને કાર્યોત્સર્ગ કરતા, પર્વતિથિને વિષે પૌષધ કરતા અને અતિથિને દાન દેતા (અતિથિ સંવિભાગ કરતા) હતા. તેમ જ બીજાં પણ એવા પ્રકારના ઘણાં પુણ્ય કાર્યો કરતા હતા. મંત્રીની બન્ને સ્ત્રીઓ પણ એ જ પ્રમાણે ભાવથી પુણ્યકાર્યોને કરતી હતી. આ રીતે તે સર્વના ધર્મની પ્રવૃત્તિમય કેટલાક કટિવર્ષો વ્યતિત થયા.
એકદા તે જ અતિબેલ નામના ગુરૂ મહારાજ ઘણા મુનિઓના પરિવાર સહિત ફરીથી તે નગરના ઉધાનમાં સમવસર્યા. તે વખતે ઉદ્યાનપાળોએ તત્કાળ રાજાને વધામણે આપી. તેથી હર્ષ પામેલા રાજાએ તેમને ઘણું પારિતોષિક દાન આપ્યું. ત્યારપછી મંત્રી સામંત અને સેનાપતિથી પરિવરેલે રાજા નગરના લોકો સહિત સર્વ સમૃદ્ધિવડે તે કેવળી ભગવાનને વાંદવા ગયો. ત્યાં તે ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરીને નમસ્કાર પૂર્વક સ્તુતિ કરી રાજા પરિવારાદિક સહિત એગ્ય સ્થાને બેઠે. ત્યારે ધર્મલાભની આશીષ આપીને તેમના પર અનુગ્રહ કરનારા ગુરૂએ ભવસાગરને તરવા માટે નાવ સમાન ધર્મદેશના દેવાને આરંભ કર્યો. તેમણે આ પ્રમાણે દેશના આપી –
હે ભવ્ય જીવો! સર્વ પ્રાણીઓ સુખને વિષે જ સુખની જ સ્પૃહા કરનારા હોય છે, અને તે સુખને એક અરિહતને ધર્મ જ આપે છે. તેથી હે બુદ્ધિમાન મનુષ્ય ! તે ધર્મનું જ તમે સેવન કરે, કે જેથી શાશ્વત (મોક્ષ સંબંધી) સુખ લક્ષ્મીને પણ તમે પામી શકે. ઇંદ્રિય સંબંધી ભેગે અનિત્ય છે, શરીર પણ અનિત્ય છે, અને રાજ્યલક્ષમી પણ ગત્વર પદાર્થની પંક્તિમાં મુખ્ય છે, તેથી કરીને શાશ્વત આનંદપદ (મેક્ષ)ને માટે તમે એક શાશ્વત ધર્મને જ સારી રીતે ભજો.” '
આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને રાજાદિક સર્વે વિશેષે કરીને હૃદયમાં સંવેગ પામ્યા. તે વખતે મંત્રીએ પૂછયું કે–“હે મુનીશ્વર! પૂર્વભવમાં હું કોણ હતો ?” તેના ઉત્તરમાં સભાને બંધ કરવા માટે તથા જિનપૂજાનું માહાસ્ય પ્રગટ કરવાને માટે કેવળી ભગવાને મંત્રીને પૂર્વ ભવ આ પ્રમાણે કહ્યું –
૧. જવાના સ્વભાવવાળા-નાશવંત.