________________
૪૧
દ્વિતીય સગ. * પછી રાજાએ બન્ને પ્રિયા સહિત તે મંત્રીને હસ્તીપર આરૂઢ કરી સામત રાજાઓની શ્રેણી સહિત વાજીંત્રના મોટા આડંબર પૂર્વક તેને ઘેર મોકલ્ય. મંત્રીએ તથા તેની બન્ને પ્રિયાઓએ દેવીએ આવીને જે વચન કહ્યું હતું તે વિગેરે વૃત્તાંત એક બીજાને પૂછી તથા જાણી ધર્મના પ્રભાવની સ્તુતિ કરી. પછી રાજાએ ક્રોધથી તે લેખ લાવનાર બ્રાહ્મણ સહિત પુરોહિતને ધિક્કાર કરી, તેમને મોટો દંડ કરી (સર્વસ્વ લુંટી લઈ) પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. આ રીતે રાજા કુસંગને ત્યાગ કરી પ્રથમની જેમ મંત્રી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યું. મંત્રીએ પણ પિતાની બુદ્ધિથી બે રાજ્યને વિરોધ ભાંગી નાંખે અને સંપ કરાવ્યું.
એકદા સભામાં બેઠેલા રાજાએ પ્રીતિથી મંત્રીને કહ્યું કે—“હે મંત્રી ! તારી બને પ્રિયાઓ દષવાળી છે તેથી તું બીજી કેમ પરણતે નથી ?”
મંત્રીએ કહ્યું—“બીજા કોઈને છેતરવામાં પણ મહા પાપ છે, તે સ્વામીને છેતરવામાં શું કહેવું ? તેથી હે રાજા! હું આપને સત્ય હકીકત કહું છું કે-તે મારી બન્ને પ્રિયાઓ દોષવાળી નથી, પણ સર્વ અંગે મનોહર જ છે. પરંતુ તે વખતે તેના શીળની રક્ષા માટે દેવીએ તમને તેવા પ્રકારની (દેલવાળી) દેખાડી હતી.”
રાજાએ પૂછયું કે એમ શી રીતે બન્યું ? ત્યારે મંત્રીશ્વરે કાત્સર્ગાદિક સર્વ પ્રથમ વૃત્તાંત કહી બતાવ્યો. તે સાંભળી રાજાએ વિચાર્યું કે—“અહો! મારા ભાગ્યને લીધે દેવીએ મારાપર અનુકંપા કરી કે જેથી મને આ રીતે બોધ પમાડો, પણ મને દુષ્ટને ભસ્મરૂપ કર્યો નહીં.” ત્યારપછી રાજાએ મંત્રીની સમક્ષ તે ત્રણેના અદ્ભુત ધર્મના પ્રભાવની પ્રશંસા કરી અને અકૃત્ય કરનારા પિતાના આત્માની નિંદા કરી.
આ પ્રમાણે સમકિત અને શીળ વિગેરેનું માહાસ્ય જાણી તે નગરના લગભગ સર્વ મનુષ્યએ પિતાની સર્વ શક્તિ વડે જૈન ધર્મ અંગીકાર કર્યો.
એકદા રાજાએ ગુરૂ પાસે પરસ્ત્રીની ઈચ્છા કરવાથી ઉત્પન્ન થયેલા પાપની આલોચના કરી પ્રાયશ્ચિત્તાદિક વડે ઘણું પાપ ખપાવ્યું. ધર્મને વિષે ઉત્પન્ન થઈ છે દ્રઢતા જેને એવા તે રાજાએ નગરે નગર અને ગામે ગામ પ્રત્યે અંગધારી જાણે પુણ્યના સમૂહ હોય તેવા અનેક ચિત્ય કરાવ્યાં. મુનિજને અને ગુરૂજનોને ભક્તિથી પૂજવા લાગે. સાધમીઓનું દાણ મુક્ત કરી વાંછિત આપવાવડે તેમને સુખી કર્યા. તીર્થયાત્રા વિગેરે પુણ્યનાં અનેક કાર્ય કર્યા. દીનજનેને પુષ્કળ દાન આપ્યું અને તે દયાળુ રાજાએ પોતાના સમગ્ર દેશમાં અમારીને (જીવદયાને) પડહ વગડા-અમારી પ્રવર્તાવી.
--