________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કે જેથી તે દિવસ ઉપર હું સર્વ સિન્ય સહિત આવું અને કૃતાર્થ થાઉં.” બીજું તમને મેં અર્ધ રાજ્ય આપવાનું જે સ્વીકાર્યું છે, તે અવશ્ય તમને આપીશ, માટે તે બાબતમાં તમારે સંદેહ કરવાનો નથી. અહીં સર્વદા સમાધાન જ છે. તમારે ત્યાંનું સમાધાન અને વિશેષ કાર્યાદિક મુખ્ય હકીકત હમેશાં જણાવવી. ઈતિ મંગલં.”
આ પ્રમાણે લેખને અર્થ જાણી રાજા કોધ અને વિસ્મયવડે વ્યાપ્ત થયું. તેણે વિચાર્યું કે–“અરે ! આ અસંભવિત શું? કે જે કદાપિ જોયું કે સાંભળ્યું પણ નથી. આવા શ્રાદ્ધધમી મંત્રીને વિષે પણ શું આવું સંભવે ? શું આ છે કારણ વિનાના કોઈ શત્રુનું ગુપ્ત કપટ છે કે શું? પણ મંત્રીની પ્રિયાઓને ગ્રહણ કરવા ઈચ્છતા માટે આ બાબતમાં વિચાર શા માટે કર જોઈએ?
જેમ ભૂખ્યાને ભોજન મળે તેમ મને આ કાર મળ્યું છે. તેથી આ તેના અપરાધને લેકમાં પ્રગટ કરી તેની પ્રિયાઓને ગ્રહણ કરું. એમ કરવાથી મને ઈષ્ટની પ્રાપ્તિ થશે અને સદ્ભાગ્યે કરીને અપવાદ આવશે નહીં.” આ પ્રમાણે ઘણુ કાળ સુધી વિચાર કરી રાજાએ તે લેખ મંત્રીને બતાવ્યા, મંત્રીએ પણ પોતાની બુદ્ધિથી પુરોહિતને પ્રપંચ જાયે. કપટબુદ્ધિવાળા બળ પુરૂષની કઈ ઠેકાણે અલના થતી નથી. કારણકે તેઓ બરાબર સંભવે તેવું કપટનું તાંડવ ભજવે છે. કહ્યું છે કે
अति मलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणा धीः।।
तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥ १७७ ॥
અતિ મલિન કાર્ય કરવામાં ખળ પુરૂની બુદ્ધિ અત્યંત નિપુણ હોય છે. (દષ્ટાંત) ઘુવડની દષ્ટિ અંધકારમાંજ રૂપને જુએ છે.”
પછી મંત્રીએ રાજાને કહ્યું કે –“હે નાથ ! આ કઈ દુષ્ટની ચેષ્ટા છે. એમ તમે જાણે.” તે સાંભળી રાજા પણ ક્રોધાંધ થઈ અત્યંત કઠેર વચન બે કે –“અહો ! તારે અપરાધ સ્પષ્ટ જોવામાં આવ્યો તે પણ તું આ ધૃષ્ટ થાય છે ? અરે ! તું જ દુષ્ટ કેમ નહીં? કે જે વિશ્વાસુ અને સ્વામી એવા મારા ઉપર પણ લુબ્ધ થઈને આવી ચેષ્ટા કરે છે? અરે ! પિતાના દેષને બીજા ઉપર ઢાળી શું તું મને છેતરવા ધારે છે?”
આ પ્રમાણે કહી રાજાએ તે અસભ્ય લેખ સભાજનેને બતાવ્યું. કોધ રહિત એવા તેઓ મંત્રીને વિષે આ વાત અસંભવિત માનતા છતાં કોઈ પણ માર્ગ નહીં દેખાવાથી શ્યામ મુખવાળા થઈ મૌન ધારીને રહ્યા. ત્યારપછી કામ અને ક્રોધથી વ્યાકુળ થયેલા રાજાએ પિતાના સેવકો પાસે મંત્રીને બંધાવીને કેદખાનામાં નંખાવ્યો અને તેના