________________
દ્વિતીય સ
૩૫
આપ્યું. તે સુવણ અને લેખને લઈ તે નિન બ્રાહ્મણ બીજે ગામ ગયા. ત્યાં કેટલાક દિવસ રહી દૂર દેશાંતરથી આવનાર પથિકના વેષને ધારણ કરનાર અને ધૂળે કરીને સર થયેલા તે પાછા તે નગરમાં આન્યા. નગરના દરવાજામાં પેસતાં જ નીમાયેલા રાજપુરૂષોએ તેની શેાધ કરતાં-જડતી લેતાં તેની પાસે સુવણુ સહિત તે લેખ દીઠા. તે સેવકાએ તેને તે લેખનું સ્વરૂપ પૂછ્યું ત્યારે કાંઈ પણ ખેલ્યા નહીં, તેથી તેએ લેખ અને સુવણુ સહિત તે બ્રાહ્મણને રાજા પાસે લઇ ગયા.
રાજાએ તેને પૂછ્યું કે—“તું કાણુ છે ? ” તે ખેલ્યા—“ હું નિધÖન બ્રાહ્મણ છું. દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયવડે કલેશ પામતા આજ નગરમાં વસુ છુ.... એક દિવસ મેં લેાકથી સાંભળ્યું કે ગિરિસંગમ નામના નગરમાં સમરવીર નામના રાજા છે તે દાતાર અને બ્રાહ્મણને વિષે ભક્તિમાન છે. તે રાજા પ્રાતઃકાળમાં પહેલ વહેલા આવેલ બ્રાહ્મણને ચાર પળ સુવર્ણ આપે છે. તે સાંભળી લેાભથી હું કેટલાક દિવસ પહેલાં ત્યાં ગયેા હતેા. ત્યાં જઈ મેં રાજાને આશીર્વાદ આપ્યા. તેણે મને પૂછ્યું કે ‘તું કયાંથી આવે છે ?
મેં કહ્યું કે ‘ રતિવન નામના નગરથી હું આવું છું. ' ત્યારે તે રાજાએ મને સુવણ દઇને આ લેખ આપ્યા, અને મને કહ્યું કે હું અંધુ ! તે નગરમાં મતિસાગર નામના મંત્રીને આ લેખ તારે આપવા. બીજા કોઇને દેખાડવા નહી. ’ ત્યારપછી તે લેખ લઇ સુવણ સહિત હું અહીં આવ્યા છેં. લેખને વિષે શું લખ્યુ છે તે કાંઈ હુ જાણતા નથી. ” આ પ્રમાણે તે બ્રાહ્મણે કહ્યું ત્યારે તેને રજા આપી રાજાએ તે લેખ ઉઘાડીને વાંચ્યા. તેમાં આ પ્રમાણે લખ્યું હતું—
સ્વસ્તિશ્રી ગિરિસંગમ નામના નગરથી રાજાધિરાજ શ્રી સમરવીર. શ્રીમાન રતિવન નગરમાં અમારા અભ્યતર મિત્ર મહામત્રી શ્રીમાન મતિસાગરને સ્નેહ સહિત આલિંગન કરી પ્રીતિરસના વિસ્તારપૂર્વક આદેશ આપે છે કે-અમે સદા કુશળલક્ષ્મીના આલિંગનથી સુખવાળા થઈ વિજયવંત છીએ. કલ્યાણવાળા તમારે પણ નિર'તર પેાતાની કુશળતાના વૃત્તાંત નિવેદન કરી અને હર્ષી પમાડવા. હવે કાય એ છે કે તમે જણાવ્યું છે કે ‘હું વિશ્વાસુ રાજાને અવસર મેળવી બાંધી તેનું રાજ્ય તમને અપાવીશ. તે વખતે તમારે સ` સૈન્યનાં પરિવાર વડે આવી પહેાંચવું. હાલ હું રાજાના પરિવારને ભેદુ –ફાડુ છું. ' ઇત્યાદિ તમે લખ્યુ છે તે મામત જણાવવાનું કે—
· તમારે તે કાના વિષયમાં હમેશાં સાવધાન રહેવું, અને તે દિવસ મને જણાવવે