________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર જે તમે કહ્યું, તેના પર હું વિશ્વાસ રાખતું નથી, કારણ કે જે તે સ્વામીભકત હોય તો તે તમને પિતાની પ્રિયાઓ કેમ અર્પણ ન કરે? વળી મેં કઈક ઠેકાણેથી જાણ્યું છે કે–આ મંત્રી શત્રુના પક્ષનો છે, તે તમે પણ સમય આવે જાણશે. તેથી તેને તમે સ્વામીભક્ત કહો છો, તે શી રીતે સિદ્ધ થાય? સરળ સ્વભાવવાળા તમારે તે માયાવીની સાથે મૈત્રી રાખવી એગ્ય જ નથી. તે તે તમારા ઉપર વિશ્વાસવાળ નથી, પરંતુ તમે જ તેના પર વિશ્વાસવાળા છો.”
આ પ્રમાણે પુરોહિતનું વચન સાંભળી વિસ્મય, આનંદ અને ખેદને ધારણ કરતા રાજાએ વિચાર કર્યો કે-“આ સર્વ સત્ય હશે ? અથવા સમય આવે સર્વ જણાશે.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ પુરોહિતને કહ્યું કે–“સમયે યથાયોગ્ય જાણીને તમારા કહેવા પ્રમાણે હું કરીશ.” એમ કહી પ્રસન્ન થયેલા તેને રાજાએ રજા આપી.
ત્યારથી આરંભીને રાજાએ “આ મંત્રી ભકત છે કે અભક્ત છે?” એવા સંશયથી અને તેની પ્રિયાઓની ઈચ્છાથી બાહ્યવૃત્તિઓ કરીને જ તેની સાથે મિત્રાઈ રાખવા માંડી. કહ્યું છે કે-યુદ્ધમાં જેમનું હૃદય શત્રુ સુભટનાં શસ્ત્રોવડે ભેદાતું નથી, તેવા શૂરવીરેનું પણ હૃદય બળ પુરૂષનાં વચનવડે તત્કાળ ભેદાય છે. સપુરૂષના હૃદયમાં પેઠેલે ખળ પુરૂષ મૈત્રીને નાશ કરે જ છે. શું હંસની ચાંચ દૂધ અને પાણીને ભેદ કરતી નથી? સર્વ દુષ્ટ માણસો સત્પરૂષને કષ્ટ આપવાને માટે જ થાય છે, તો પછી રાજાના માનથી ઉન્મત્ત થયેલા દુષ્ટનું તે શું કહેવું? એકલે પણ અગ્નિ બાળે છે, તે વાયુની સંગતવાળો તે શું ન કરે? દુર્જન પુરૂષના પણ મનને તત્કાળ વિનાશ પમાડે છે. શું નોળીયાના સંચારથી દુધ વિનાશ નથી પામતું? પામે છે.
હવે ગિરિસગમ નામના નગરમાં પ્રચંડ ભુજાદંડવડે ઉદ્ધત શત્રુઓનો પણ વિનાશ કરનાર સમરવીર નામને રાજા છે. તેની સાથે એકદા આ નરવીર રાજાને દેશના સીમાડા સંબંધી અને અમુક ગામની માલેકી સંબંધી વિરોધ ઉત્પન્ન થયે. તેથી તે વખતે રાજાના હુકમથી ગામના દરવાજા વિગેરે સ્થળમાં રહેલા રાજાના મનુષ્ય જતા આવતા લેખહારકેની શોધ કરતા હતા–જડતી લેતા હતા. તે સમયે મંત્રીને અપકાર કરવા ઈચ્છતા અને શાકિનીની જેમ છિદ્રને શોધતા પુરોહિતે અવસર જાણીને એક ખેટે લેખ લખ્યો. પછી કેઈ નિર્ધન બ્રાહ્મણને ઘણું દ્રવ્યવડે લેભ પમાડી માયા કપટ શીખવી તેને તે લેખ આપે. પ્રપંચને જાણનાર પુરહિતે તેને ચાર પળ સુવર્ણ
૧ કાસીદું કરનારા, કાગળ વિગેરે લઈ જનારા.