________________
*
38.
દ્વિતીય સગે.
એકદા અવસરે એકાંતમાં આવેલા પુરોહિતને રાજાએ કહ્યું કે–“હે બંધુ ! મંત્રીની બન્ને પ્રિયાઓનું રૂપ જેવું તે કહ્યું હતું, તેવું જ મેં ખરેખર જોયું. ”
પુરોહિત બોલ્યા–“ભક્તિવાળા નોકરે શું કદાપિ પણ છેટું બોલીને પોતાના સ્વામીને છેતરે? હવે તે બન્ને સ્ત્રીઓને તમારા અંતઃપુરમાં લાવી તમે તમારા આત્માને, અને તે સ્ત્રીઓને કૃતાર્થ કરે.”
તે સાંભળી રાજા બોલ્યા કે–આવું કાર્ય હું કેમ કરૂં? કારણ કે મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને ભંગ કરવાથી દુર્ગતિ જ પ્રાપ્ત થાય, વળી અત્યંત અપયશ મળે, મારા કુળની મલિનતા થાય, અને પ્રગટપણે તેમનું ગ્રહણ કરવાથી લોકોને અપવાદ પણ વૃદ્ધિ પામે. ગુપ્ત રીતે તેમને ગ્રહણ કરવાને કાંઈ પણ ઉપાય સુજતો. નથી. વળી મંત્રી પણ સ્વામીભક્ત એટલે મારા પર ભક્તિવાળે છે, મારો મિત્ર છે, ઉત્તમ મહા શ્રાવક છે, ધર્મને વિષે સહાય આપવાથી મારે ઉપકારી છે. તથા વિનયવાળો, નીતિવાળ, પરાક્રમવાળે અને બુદ્ધિવડે સર્વ કાર્યમાં સમર્થ છે. આવા નિર્દોષને કષ્ટ આપવું તે પણ કેમ ઘટે ? તે વિશ્વાસુને વિશ્વાસઘાત કરીને પાપ કેણ કરે ? તેથી કરીને મારે પાપના મૂળરૂપ પરસ્ત્રીના ગ્રહણવડે સયું! કેણ શુદ્ધ બુદ્ધિવાળો આ ભવ અને પરભવમાં વિરૂદ્ધ એવું અકાર્ય કરે ?” ( આ પ્રમાણે રાજાનું વચન સાંભળી દુષ્ટબુદ્ધિનાં સ્થાનરૂપ, અંતઃકરણમાં દુષ્ટ અને બહારથી શિષ્ટ (સારા આચરણવાળો) પુરોહિત મનમાં ખેદ પામી બોલ્યો કે –“હે સ્વામી! તમે યુક્તિયુક્ત વચન બેલ્યા છે, પરંતુ પિતાના સેવક ઉપર એકાંત વાત્સલ્ય હેવાથી તમારી વિચારદષ્ટિ ગુમ થઈ ગઈ છે, તેથી તમે નીતિશાસ્ત્ર તરફ દષ્ટિ નાંખી ' શકતા નથી.
હે નિપુણ સ્વામી ! નીતિશાસ્ત્રને અનુસરનારું આ મારું વચન સાંભળો; કારણ કે જે ભક્તિવંત હોય છે તે જ હિતને કહે છે અને જે બુદ્ધિમાન હોય છે તે જ હિતવચન શ્રવણ કરે છે. હે પ્રભુ! તમારી પૃથ્વીમાં કઈ પણ ઠેકાણે જે જે રત્ન ઉત્પન્ન થાય છે, તે સર્વનાં વૃક્ષ અને ધાન્ય વિગેરેની જેમ તમે જ સ્વામી છે. નીતિશાસ્ત્રમાં રહેલો આ આચાર સર્વ રાજાઓને માન્ય છે, તેથી તમારી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલાં સર્વ સ્ત્રીરત્નોના તમે જ સ્વામી છે. આ રીતે સર્વ સ્ત્રીઓ તમારી જ છે. તમારે કઈ પણ પરસ્ત્રી નથી, તેથી મંત્રીની સ્ત્રીઓ ગ્રહણ કરવામાં વ્રતને ભંગ શી રીતે થાય ? વળી મંત્રી સ્વામીભક્ત છે, મારો મિત્ર છે. ” વિગેરે