________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તમારી પ્રિયા ન થાય તે નિષ્ફળ છે. શૂરવીર પુરૂષ પૃથ્વી પર પણ લક્ષ્મીએ કરીને કોઈનાં અધિકપણાને સહન કરી શકતો નથી, તે તમારા કિંકરને વિષે પ્રિયાનું આવું અધિકપણું સહન કરતાં તમને કેમ લજજા આવતી નથી? સેવકો સ્વામી કરતાં અધિક મહિમાવાળી સ્ત્રીને ભેગને લાયક જ નથી. તેથી કરીને જ તેઓ પિતાને વેશ, મકાન વિગેરે સર્વ સ્વામીથી ન્યૂન જ રાખે છે.
જે આ રીતિને સ્વામીની ભક્તિ અને નીતિથી રહિત એવો તે મંત્રી ન જાણતે હોય તે તેની પ્રિયાઓને ખુંચવી લઈ તેને શિક્ષા આપવાને તમે એગ્ય છે. આ પ્રમાણે તે પુરોહિતની વાણી સાંભળીને રાજાને કામ ઉદ્દિપ્ત થયે, તે પણ “મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને હું લેપ નહીં કરું, પરંતુ તે સ્ત્રીઓને કઈ પણ ઉપાયથી હું જઈશ.” એમ મનમાં વિચારી પુરોહિતને કહ્યું કે–“હું સર્વ ઠીક કરીશ.” એમ . " કહી તેને રજા આપી.
હવે એક વખત રાજાની અનુમતિથી મંત્રીએ એક નવું ચિત્ય કરાવ્યું, અને તેમાં મોટા ઉત્સાહપૂર્વક જિનેશ્વરનાં બિંબ સ્થાપન કર્યા. તે મહોત્સવમાં મંત્રી સાધર્મિક વાત્સલ્ય કરતો હતો, તેથી તેણે પિતાને ઘેર રાજાને જમવા આવવા આમંત્રણ કર્યું. તે વખતે પ્રથમથી જ તેની સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળે રાજા “ભાવતું હતું ને વૈદે કહ્યું” એમ માની તેને ઘેર ગયો. ત્યાં પરિવાર સહિત તે રાજાને બન્ને પ્રિયાઓ સહિત મંત્રીએ આચમનથી આરંભીને સર્વ પ્રકારને સત્કાર કર્યો. અનુક્રમે સ્નાનાદિક માંગલિક કાર્ય કરી રાજા સુવર્ણના આસન ઉપર જમવા બેઠે. પછી રનના કળા સહિત ઉત્તમ મણિના થાળમાં વિશ્વાસને લીધે મંત્રીની પહેલી સ્ત્રી અને વચ્ચે વચ્ચે બીજી સ્ત્રી પણ અનુક્રમે અમૃત જેવા સ્વાદિષ્ટ વિવિધ પ્રકારના ખાદ્યાદિક ભેજને શાક, ઘી વિગેરે પદાર્થોને પ્રીતિપૂર્વક પીરસવા લાગી. તે વખતે અનુપમ રૂપવાળી તે બન્ને સ્ત્રીઓને જોઈ પુરોહિતની વાણી ઉપર શ્રદ્ધાવાળે થઈ રાજા કામદેવને વશ થઈ ગયે.
પરંતુ આકારને ગેપવી રાખી તેણીને વિષે જ એકચિત્ત થઈ રાજાએ સ્વાદને જાણ્યા વિના ભેજન કર્યું. ત્યારપછી સુગંધી અને સ્વાદિષ્ટ તાંબુળને આસ્વાદ કરી, ચંદન, અગરૂ અને કપૂર વિગેરેના અંગરાગથી શોભતો તથા દિવ્ય વસ્ત્ર અને આભૂષણો વડે મંત્રીએ સત્કાર કરેલે રાજા તે બન્ને સ્ત્રીઓને વિષે આસક્ત થઈને પિતાને ઘેર આવ્યા.
૧ પગ ધંઈ પૂજા કરવી વિગેરે. ૨ ખાવા લાયક ખાજા વિગેરે.