________________
દ્વિતીય સગર કઈ પણ ઠેકાણે તે જોઈ કે સાંભળી છે?” વિષે જવાબ આપ્યો કે–“હે સ્વામી! મેં સાક્ષાત્ બે સ્ત્રીઓને જોઈ છે. તેમનું રૂપ વિચારતાં હું માનું છું કે તમારી પ્રિયાઓ તેમની પાસે તૃણ સમાન પણ નથી. યુવાવસ્થાને પામેલી તે બન્ને સ્ત્રીઓએ રૂપવડે કરીને લક્ષ્મીને જીતી લીધી છે, તેથી કૃષ્ણ તેને બહુમાન આપતા નથી, અને તેથી કરીને જ તે લક્ષ્મી અરતિને લીધે અસ્થિર–ચપળ થઈ ગઈ છે. વળી અત્યંત રૂપવાળી અને મનહર નેત્રવાળી તે બે સ્ત્રીઓને જોઈને પોતાની સ્ત્રીઓ પોતાને અગ્ય છે એમ જાણી ઉચિતપણાને જાણનાર બુદ્ધિમાન મહાદેવે કાલિકા ઉપર પ્રીતિ કરી છે.”
આ પ્રમાણે પુરોહિતનાં વચન સાંભળી રાજાએ પૂછયું કે–“હે દ્વિજ! તે સ્ત્રીઓ ક્યાં છે? કોને આધીન છે? તે પરણેલી છે કે કુમારિકા છે? તે સર્વ કહે.” ત્યારે તે દુષ્ટાત્મા બે કે–“આ પ્રશ્ન કરવાનું તમારે શું કામ છે? શક્તિ રહિત અને ઉદ્યમ રહિત એવા તમારાથી આ વાત અજાણી જ સારી છે. જે મનુષ્ય માત્ર હલકું અનાજ (કુત્સિત ધાન્ય) જ ખાય છે, અને તેને જ મેળવવા સમર્થ છે, તે મનુષ્યને મોદકાદિકના ગુણનું જ્ઞાન હૃદયમાં શલ્યરૂપ થાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે–
હે વિપ્ર! તું એમ કેમ બોલે છે? શું કોઈ પણ ઠેકાણે મારી અશક્તિ અથવા ઈચ્છિત પદાર્થને વિષે મારું ઉઘમ રહિતપણું તે જોયું છે?” ત્યારે તે બ્રાહ્મણ હર્ષથી બોલ્યો કે–“જે એમ વાત પૂછતા હો તે સાંભળે. તે સ્ત્રીઓ તમારેજ આધીન છે, કારણ કે તે તમારા પ્રધાનની જ વહાલી પ્રિયાઓ છે. હે સ્વામી! તે મંત્રી તમારોજ કિંકર છે, તેથી તેના ઉપર તમારે પરાક્રમ કરવાનું શેનું હોય? માત્ર ઉદ્યમ કરીને તમારા અંતઃપુરમાં તેડાવે એટલે થયું. સ્ત્રીઓના સમૂહમાં ઉપમા રહિત એવી તે સ્ત્રીઓ પુરૂષના સમૂહમાં ઉપમા રહિત એવા તમારે જ એગ્ય છે, પરંતુ વૃદ્ધ થયેલા વિધાતાએ તેમના પતિને વેગ કરવામાં ભૂલ કરી છે. કહ્યું છે કે – . स्त्रीरत्नं भाति नास्थाने, स्थाने भाति च योजितम् ।
ऐलकण्ठे मणिघण्टा, भ्राजते न तु गार्दभे ॥१॥ અયોગ્ય સ્થાને જોડેલું સ્ત્રીરત્ન શોભતું નથી, પણ ચગ્ય સ્થાને જ શોભે છે. હાથીના કંઠમાં મણિની ઘંટા શેભે છે, પણ ગધેડાના કંઠમાં શોભતી નથી.”
તમારું આ ઉત્તમ રૂપ, એશ્વર્ય, પરાક્રમ અને રાજ્ય વિગેરે સર્વ જે તે સ્ત્રીઓ