________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - તે પુરોહિતે આમતેમ જોતાં રતિ અને પ્રીતિથી અધિક રૂપવાળી અને ગુણે કરીને સ્ત્રીઓને વિષે ચૂડામણિ સમાન મંત્રીની બે પ્રિયાઓ જોઈ. તેણે વિચાર કર્યો કે –“અહો ! આનું રૂપ જગતમાં ઉત્તમ છે, અને રૂપના અનુમાનથી આ બન્નેમાં ગુણો પણ સંભવે છે જ. તેથી અહો ! આ મંત્રીને ધન્ય છે કે જેને આવા ભેગનો સંગમ થયે છે, અથવા મારા ઈચ્છિત કાર્યની સિદ્ધિને મને ઉપાય મો.” એમ વિચારી તે જે કાર્યને માટે આવ્યો હતો તે નિવેદન કરી મંત્રીએ તેને ઉત્તર આપ્યો. '
એટલે તે પુરોહિત પિતાનું કાર્ય સિદ્ધ થયું જાણી પિતાને ઘેર ગયે. પછી તે પુરહિત લગ્નાદિકના બળથી કાંઈક ભાવી બનાવને કહી હમેશાં રાજાના મનનું રંજન કરવા લાગ્યા. “શુદ્ધ વિદ્યા કામધેનુ સમાન છે.”
એકદા રાજાએ એકાંતમાં રહેલા તેને વિશ્વાસથી પૂછયું કે – હે ઉત્તમ વિદ્વાન !. કહે, મારા રાજ્યમાં કાંઈ પણ ન્યૂનતા છે?” તે સાંભળી પુરોહિત મંત્રીપરના દ્વેષને લીધે પિતાની ઈષ્ટ સિદ્ધિને માટે બોલ્યા કે—“હે સ્વામી ! બીજા રાજાઓ કરતાં અધિક હસ્તી, અશ્વ વિગેરે સર્વ તમારે છેપરંતુ ચારે પુરૂષાર્થમાં કામરૂપી પુરૂષાર્થ જ સારભૂત અને આત્માને સુખકર્તા છે. કારણ કે ધર્મ અને અર્થને વિષે જે યત્ન કર્યો હોય તેનું અનંતર (તાત્કાલિક) ફળ કામ જ છે અને કામનાં સર્વ સાધનમાં મુખ્ય સાધન સ્ત્રી જ છે, તે તમારે જોઈએ તેવી નથી, તેથી રાજ્યાદિક સર્વ તમારું નિષ્ફળ છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલે રાજા બોલ્યા કે
હે વિપ્ર ! તમે અસત્ય કેમ બેલે છે? મારે ઉત્તમ રૂપવાળી અને ગુણે કરીને મનહર ઘણી ભાર્યાઓ છે.” તે સાંભળી વિપ્ર બે કે—“હા, ઘણી ભાર્યાઓ છે. તે સાચું, પરંતુ તે સર્વને વિષે તમારા રૂપને લાયક એક પણ નથી; તેથી માત્ર સ્ત્રીના હેવાથી જ શું ફળ છે? કોદરા વિગેરે કુત્સિત ધાન્યથી પણ ભોજન થઈ શકે છે. કાચ વિગેરેના પણ અલંકાર થઈ શકે છે, ખારા જળ વિગેરેથી પણ તૃષાને નાશ થઈ શકે છે, વૃક્ષની છાલ વિગેરેવડે પર શરીર ઢાંકી શકાય છે, પરંતુ ઘેબર, સુવર્ણ, દ્રાક્ષનું જળ અને દિવ્ય વસ્ત્રો જે કામ કરે છે, તે કાંઈ તેમનાથી થઈ શકતાં નથી. તે જ પ્રમાણે તમારી સ્ત્રીઓ તથા પ્રકારનું સ્વીકાર્ય કરી શકતી નથી.” તે સાંભળી રાજા બોલ્યા કે–
“મારી પ્રિયાઓ કરતાં પણ રૂપ, સૌભાગ્ય અને ગુણે કરીને અધિક કોઈ સ્ત્રી