________________
દ્વિતીય સગે. - છે અને ઉપાયથી પર્વત પણ ઓળંગાય છે. ઉપાયથી શું સિદ્ધ થતું નથી?” આ
પ્રમાણે વિચાર કરતો તે પુરોહિત રાજાની રજા લઈ પિતાને ઘેર ગયે, પરંતુ તે દિવસથી આરંભીને હંમેશાં મંત્રીનાં છિદ્ર જેવા લાગે.
હવે તે પુરોહિત વિચાર કરવા લાગ્યા કે—“મારે નાસ્તિકપણામાં રહીને રાજાની સેવા કરવી તે દુર્લભ છે, અને તેની સેવા વિના આ મંત્રીને અનર્થ કરવા હું સમર્થ થઉં તેમ નથી.” આ પ્રમાણે વિચારી તે પુરેહિત કેઈક ગુરૂની પાસે જૈનધર્મની ક્રિયા શીખે. પછી કપટથી શ્રાવક થઈને તે નિઃશંકપણે રાજાની સેવા કરવા લાગ્યા. કપટથી મંત્રીની જેમ પિતાના શ્રાવકના આચાર દેખાડી તેણે રાજાને પ્રસન્ન કર્યો. “ધર્મના દંભથી કોણ ન છેતરાય? ” મંત્રી પોતાની બુદ્ધિથી તેને માયાવી જાણતું હતું, તે પણ તેણે તેની ઉપેક્ષા કરી. કારણ કે જે રાજાને માની હોય તેને ઉપાય વિના દૂર કરી શકાતો નથી. આ
- પુરેહિત તે ધર્મશાસ્ત્રને ઉપદેશ આપતાં વચ્ચે વચ્ચે કામશાસ્ત્રના ઉપદેશવડે રાજાના ચિત્તને આનંદ આપવા લાગે. મનુષ્યને વિષે ધર્મને રાગ સ્થાપન કરો મુશ્કેલ છે, પરંતુ પાપને રાગ સ્થાપન કરે મુશ્કેલ નથી. વસ્ત્રને વિષે જેવો નીલી (ગળી) નો રંગ સહેલાઈથી ચઢે છે તે મજીઠને રંગ ચઢતો નથી. તેજ રીતે પુરે હિતે રાજાના ચિત્તમાં અનુક્રમે (ધીમે ધીમે) કામરાગને એવી રીતે સ્થાપન કર્યો, કે જેથી તેને ધર્મરાગ ધીમે ધીમે હાનિ પામે. જેમ કાજળના સંગથી મજીઠને રંગ નાશ પામે છે, અને લસણ વિગેરેના દુર્ગધથી અગરૂથી ઉત્પન્ન થયેલે સુગંધ નાશ પામે છે, તેમ આ પુરોહિતના ધર્મમિશ્રિત પાપના ઉપદેશને પણ રાજા સહન કરવા લાગે; કારણ કે તાંબુલાદિકથી મિશ્રિત કરેલું વિષ પણ કોને ન કરે?
એકદા પુરોહિત કાંઈ કામને માટે મંત્રીને ઘેર ગયો. મંત્રીએ તેને આસન, વાતચિત અને દાન વિગેરેવડે બહુ માન આપ્યું. કારણ કે મિથ્યાવી પણ ઘેર આવ્યા હોય તે તેની સાથે પણ શ્રાવક ઉચિતપણું આચરે છે, તો આ તો રાજાને પૂજ્ય અને લેકમાં શ્રાવકપણે પ્રસિદ્ધ છે, તેને વિષે ઉચિતપણું આચરે તેમાં શું આશ્ચર્ય ? કહ્યું છે કે
गेहागयाण उचिअं, वसणपडिआण तह समुद्धरणं ।
दुहिआण दया एसो, सव्वेसिं सम्मओं धम्मो ॥१॥ ઘેર આવેલાનું ઉચિત કરવું, કષ્ટમાં પડેલાનો ઉદ્ધાર કરે, અને દુઃખી ઉપર દયા કરવી–આ ધર્મ સર્વને સંમત છે.”
(
22
T
agl/////
w