________________
સ્તંભ છે. તેમણે જ્યારે જ્યારે દુનિયામાં જે કોઈ પ્રવાહ ઉત્પન્ન થયો તે પ્રવાહની સામે ઉભા રહી શાસનની રક્ષા કરી છે, અને શાસનના રાગી જીવોની શ્રદ્ધાને અવિચલિત રાખી છે. વાદ અને તર્કના કાળમાં પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિ અને પૂ. હરિભદ્રસૂરિએ દરેક વાદો અને તર્કનું નિરસન કરી જૈન શાસનને ધ્વજ ફરકાવ્યો છે.
જયારે વ્યાકરણ સાહિત્ય અને બીજા બીજા શાસ્ત્રોના પ્રાદુર્ભાવમાં મહત્તા મનાવા લાગી ત્યારે કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિ મહારાજ જેવા વિદ્વાન શાસન પ્રભાવક આચાર્ય દેવોએ તે તે પ્રકારના તમામ શાસ્ત્રો સજી શાસનને ઉન્નત રાખ્યું છે. અર્થાત જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ વિશિષ્ટ પ્રવૃત્તિને ઉછાળો આવ્યો ત્યારે ભળી જનતા ધમષ્ણુત બની અવળા માર્ગે ન જાય તેને પણ મુનિપુંગવોએ વિચાર કર્યો છે અને જૈન સંસ્કૃતિને ટકાવી રાખી છે.
જે કાળે જુદા જુદા વ્યાખ્યા અને કથા વાર્તામાં પ્રજા રાચતી થઈ ત્યારે ધર્મને અનુરૂપ કથા સાહિત્ય પણ પૂર્વાચાર્યોએ ઘણું સર્યું છે. પૂર્વાચાર્યોની ખુબી એ છે કે એમનું સર્જેલું તમામ સાહિત્ય મેક્ષ ભાગના સાધનરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રને પિષક જ રહ્યું છે.
જેનશાસનમાંનું કથા સાહિત્ય અપાર અને ખુબ જ રસિક છે. સમરાદિત્ય, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, વાસુપૂજ્ય ચરિત્ર, અમમ ચરિત્ર વિગેરેની માફક જયાનંદ ચરિત્ર પણ એવા જ ઉત્તમ પ્રકારનો ચરિત્ર ગ્રંથ છે.
તેમાં સાધુ આચાર, સમકિત, વ્રત, દાન, શીલ, તપ, ભાવ, આત્મિક વિકાસ વિગેરે અનેક ગુણેને પષક ચરિત્રો અને ઉપદેશ છે.
આ ચરિત્રના કર્તા મુનિસુંદરસૂરિ છે, અને તેમને વૃત્તાંત આ પ્રમાણે છે.
આ ગ્રંથના કર્તા ખ્યાતનામ પૂ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ જૈન શાસનમાં પ્રસિદ્ધ પુરુષ છે. ' * ગ્રંથની શરૂઆતમાં પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામિ ભગવાન આ પાંચ તીર્થ કરો ઉપરાંત સર્વ અરિહંત ભગવાનની સ્તુતિ શ્રી સરસ્વત-બ્રાહ્મીની સ્તુતિ કર્યા બાદ પિતાના દાદા ગુરૂ દેવસુંદરસૂરિ મહારાજ, વડીલ ગુરૂ જ્ઞાન સાગરસૂરિ મહારાજ અને પિતાના ગુરૂ સેમસુંદરસૂરિ મહારાજની સ્તુતિ કરીને ગ્રંથની શરૂઆત કરી છે.
इति स्तुत्य-गणं स्तुत्वा मुनिसुंदरसूरिणा
जैनधर्मोपदेशेन, क्रियते वाक् फलेग्राहिः આચાર્ય દેવસુંદરસૂરિ તપાગચ્છની ઓગણપચાસમી પાટે થયા છે. સેમસુંદરસૂરિ મહારાજ પચાસમી પાટે અને એકાવનમી પાટે આ૦ મુનિસુંદરસૂરિ (આ ગ્રંથના કર્તા ) થયા છે.
एगुणवण्णो सिरिदेवसुंदरो, सोमसुंदरो पण्णो
મુનિસુર અવળો (ઉ૦ ધર્મસાગરકૃત પદાવલી). ઠેર ઠેર જિનમંદિરની સ્થાપના, તાડપત્રો ઉપરથી કાગળ ઉપર પુસ્તકો લખાવવાની શરૂઆત, વિદ્વાન સાધુએ તૈયાર કરવાની જોસભેર પ્રવૃત્તિ, જિનધર્મની પ્રભાવના કરનારાં સામિયાં, મહોત્સવ. અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિ, આમ જૈન શાસનને સર્વ મુખી વિકાસ અને પ્રભાવનાને કાળ એ ગ્રંથકાર પૂ. મુનિ સુંદરસૂરિ અને તેમના ગુરૂદેવના શાસનાધિપત્યના સમયમાં હતા. | વિક્રમની ૧૫ મી શતાબ્દિમાં જે જિનમંદિરનિર્માણ, સાહિત્યલેખન અને બીજા ઐતિહાસિક કાર્યો થયાં છે. તેને સંગ્રહ અને વિદ્યમાનતા આજે આપણને વારસામાં કિંમતીમાં કિંમતી મળેલી સામગ્રીમાં ;