________________
૭
દ્વિતીય સત્ર અને સુખદુઃખરૂપ ફળ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેથી તેના કારણરૂપ પુણ્ય પાપ પણ સિદ્ધ થાય છે, તેથી કરીને ત૫ સ્વર્ગ અને મેક્ષાદિક આપનાર હોવાથી સફળ છે અને હિંસાદિક તથા કામભેગાદિક નરકાદિકને આપનાર હોવાથી અફળ થાય છે. ” - આ રીતે હેતુ ગર્ભિત શાસ્ત્રના વચનવડેજ મંત્રીએ વસુસારની બુદ્ધિને પરાભવ કર્યો, તેથી તે કાંઈ પણ ઉત્તર આપી શક્યો નહીં. સભાસદેએ ધિક્કારાયેલ અને રાજાએ પણ અપમાન કરે તે પુરોહિત લજજા પામી ત્યાંથી નીકળી ગયો, અને તે દિવસથી તે રાજસભામાં આવતેજ બંધ થઈ ગયે. પછી રાજાએ સત્કાર કરેલો અને સભાસદોએ પ્રશંસા કરેલે મંત્રી આનંદ પામતા પિતાને ઘેર ગયે, તથા બીજા સર્વ જને પણ પિતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજાએ સભાનું વિસર્જન કરી કાળનું નિવેદન કરનારે સમય જણાવવાથી સ્નાન, પૂજન અને ભજન વિગેરે કર્યું.
ત્યાર પછી મંત્રી ગુરૂ વિગેરે પાસેથી જાણીને ચગ્ય અવસરે રાજાને હમેશાં ધર્મને અનુસરતા ઘણા વિચારે કહેતે હતે.
આ પ્રમાણે તેમને સુખસમય અને ધર્મમય કેટલોક કાળવ્યતિત થયા પછી એકદા રાજાના મસ્તકમાં ગાઢ વેદના થઈ. વૈદ્ય વિગેરેએ તત્કાળ ઔષધાદિક ઘણા ઉપાય કર્યા. છતાં પણ તે વેદના શાંત ને થઈ, ત્યારે રાજાએ પુરોહિતને સંભાર્યો. કારણ કે તે પુરોહિત એવો મંત્ર જાણતું હતું કે જે મંત્રથી તે વેદના તત્કાળ શાંત થઈ જતી હતી. આ વાત રાજા પ્રથમથી જાણતો હતો, તેથી આ વખતે રાજાએ સેવકે પાસે તેને બોલાવ્યો, એટલે વસુસરે આવીને તત્કાળ મંત્રવડે તે વેદના દૂર કરી. કારણ કે મણિ, મંત્ર અને
ઔષધિઓના મહિમાની લક્ષ્મી અચિંત્ય (ચિંતવી ન શકાય તેવી) હોય છે. . આથી રાજાએ વિવિધ પ્રકારના આભૂષણાદિકવડે તેને સત્કાર કર્યો, કારણ કે મોટા પુરૂ કૃતજ્ઞ-કદરદાન હોય છે અને ઉપકાર કરનારને વિષે સફળ-ફળદાયક હોય છે. ત્યારથી પુરોહિત ફરીને હમેશાં હર્ષથી રાજસભામાં આવવા લાગે, અને લોકોને વિષે પણ પ્રતિષ્ઠા પામ્ય, કારણકે લેકે પ્રાયે કરીને રાજાને જ અનુસરનારા હોય છે. ત્યારપછી પુરોહિત રાજાને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ધર્મનાં વચનમિશ્રિત નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને નાટકાદિક શાસ્ત્રોવડે રાજાના ચિત્તને વિનદ આપવા લાગે.
આ પ્રમાણે રાજાની પાસે માન પામેલા તે પુરોહિતને જોઈ એકદા મંત્રીએ રાજાને કહ્યું કે “સ્વામી ! આ ચંડાળ જેવા ચાર્વાકને સંગ કરવો યોગ્ય નથી.” આવી મંત્રીની વાણી સાંભળી રાજા મૌન રહ્યો. ત્યારે દુષ્ટ બુદ્ધિવાળાઓમાં અગ્રેસર તે પરહિતે અત્યંત ક્રોધથી વિચાર કર્યો કે–