________________
થો સગે.
* હવે ભગવાન શ્રીજયાનંદ કેવલી પિતાને નિર્વાણ સમય નજીક પ્રાપ્ત થયે જાણી શ્રી શત્રુંજય પર્વત ઉપર પધાર્યા. ત્યાં તેમણે છ ભક્તાર્થ કરી પાદપિગમ અનશન કર્યું, અને વેદનીય, નામ. ગોત્ર તથા આયુષ્ય એ ચાર અઘાતી કર્મને ક્ષય કરી મેક્ષ પદને પામ્યા. એ અનંત જ્ઞાનવાળા, કર્મરૂપ અંજન રહિત, સિદ્ધ, બુદ્ધ, અનંત વીર્ય અને દર્શન સંબંધી સમૃદ્ધિવાળા, પરમાત્મા, ઉત્કૃષ્ટ તિવાળા અને પરબ્રહ્મરૂપ થયા. તે વખતે તત્કાળ ચાર નિકાયના કરે છે ત્યાં ભેગા થયા અને તેઓએ શેક સહિત છતાં પણ એકત્ર થઈ તેમને નિર્વાણમહોત્સવ કર્યો. તે કેવળજ્ઞાની ભગવંતને ગુણવડે હર્ષ પામેલા દેવેએ પ્રાયે કરીને તીર્થંકરાદિકની જેવો નિર્વાણમહોત્સવનો સર્વ વિસ્તાર કર્યો. પછી નંદીશ્વરાદિક તીર્થમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી સર્વ દેવતાઓ જેમ આવ્યા હતા તેમ પિતા પોતાને સ્થાને ગયા,
આ પ્રમાણે શ્રીજયાનંદ કેવલી જેવા બીજા કેઈ આવા ગુણો વડે ઉત્કૃષ્ટ થયા નથી કે જેઓએ શુભ આચરણ ધારણ કરી બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના શત્રુની જયલક્ષ્મી પ્રાપ્ત કરી પૃથ્વી અને મેક્ષ બન્નેનું સામ્રાજ્ય ભગવ્યું હોય. આવા ધર્મમાં અહર્નિશ તત્પર મનુષ્ય પૃથ્વી પર દુર્લભ જણાય છે કે જેઓ મોટા ગુણવાળા, ઉજવળ યશ અને પ્રતાપવાળા, સૌભાગ્ય અને ભાગ્યરૂપી ધનવાળા, સામ્રાજ્યલક્ષમીવડે યુક્ત, ત્રણ જગતમાં પાપ રહિત, ઉત્કૃષ્ટ સૌંદર્યને ધારણ કરનારા, નિરંતર દાન આપવામાં ચતુર, અનેક પ્રાણીઓને આનંદ આપનારા અને બાહ્ય કે અત્યંતર શત્રુઓથી જીતી ન શકાય એવા હેઈ. આ શ્રીજયાનંદ કેવલી જેવા આ જગતમાં કેઈક જ છે પામી શકાય તેમ છે.
અરિહંતના મતની ઉન્નતી કરી અને ભાવશત્રુની વિજયલક્ષ્મીવડે કેવળજ્ઞાન ઉપાર્જન કરી ધન્ય છે જ સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે. તેથી આ શ્રી જયાનંદ કેવલીના દષ્ટાંતવડે ભવ્યજીએ એમની જેમ ધર્મની આરાધનામાં પ્રયત્ન કરવો. મુકતાફળના સમૂહની જેમ ઉત્તમ ગુણવડે ગુંથેલું અને પ્રસિદ્ધ એવા અનેક નિર્મળ અવદાતેવડે હારની જેવું શોભતું આ ચરિત્ર કોને હર્ષ આપે એવું નથી ? અર્થાત્ સર્વ ભવ્ય જીવોને આ ચરિત્ર વાંચતા અને વિચારતા અપૂર્વ આનંદ કરાવનાર બને છે.
ઇતિ શ્રી તપગચ્છનાયક શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી સેમસુંદરસૂરીશ્વરજીની પાટે પ્રતિષ્ઠા પામેલા શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના “જયશ્રી ચિન્હવાળા આ ચરિત્રને વિષે શ્રી જયાનંદ રાજર્ષિની દીક્ષા અને કેવળજ્ઞાનાદિકના વર્ણનવાળે આ ચૌદમે સર્ગ સમાપ્ત થશે.