________________
શ્રી યાને કેવળી થ - આ અવસરે શ્રી કુલાનંદ રાજા પિતાના પિતાના કેવળજ્ઞાનને મહોત્સવ થત જાણું સર્વ સિન્ય અને પરિવાર સહિત જલદીથી તેમને વાંદવા માટે ત્યાં આવ્યું. વિશ્વને વંધ અને પૂજ્ય એવા શ્રીજયાનંદ કેવલી પિતાને જોઈ તે રાજાએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરી વિધિપૂર્વક તેમને વંદના કરી. પછી તે રાજા ગુરૂની સ્તુતિ કરી વિનયવડે બે હાથ જોડી એગ્ય સ્થાને બેઠા. તેને શ્રીજયાનંદ કેવળીએ બાર વ્રતરૂપ શ્રાવક ધર્મને વિસ્તારથી ઉપદેશ કર્યો એટલે તે પ્રતિબોધ પામ્યો. ત્યારે તેને આદરથી ગુરૂમહારાજે સમકિતના પાઠ સહિત શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યો. કેટલાક ભવ્યજનોને સાધુધર્મ અને કેટલાક અન્ય જનોને વિવિધ પ્રકારના અભિગ્રહો અંગીકાર કરાવી શ્રીજયાનંદ કેવળજ્ઞાની ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. - શ્રી જયાનંદ રાજર્ષિ કેવળજ્ઞાની ભગવતે ઘણા લાંબા કાળ સુધી ગામ, આરામ, આકર, પુર અને નગર વિગેરે કરડે નાના મોટા સ્થાનમાં વિહાર કરી તે તે સ્થાને રહેલા દુષ્કૃત્ય વડે પાપી થયેલા પ્રાણીઓને પણ આલેચના-પ્રાયશ્ચિત્ત વિગેરે સુકૃતના સમૂહ આપી તેમને પાપ રહિત કર્યા. તેથી તેઓ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. તેમના ઉપદેશરૂપી વનમાં પદ્મરૂપી ગૃહને વિષે રહેલા હંસની જેમ ઉત્તમ ભવ્યજન ધર્મામૃતરૂપી જળમાં યથેષ્ટ ક્રિીડા કરી અત્યંત સંતુષ્ટ થયા. - તેમની ધર્મદેશનારૂપનદીને વિષે ભવ્યજનોના મનરૂપી મસ્તે મિજન્મજજનાદિકવડે પ્રીતિનું સુખ મેળવવા લાગ્યા. તેમની ધર્મદેશનારૂપ ગંગાનદીના પ્રવાહ વડે વૃક્ષો, તૃણ અને ઔષધિની જેવા ભવ્ય જનો રસકસવાળા થઈ સુખરૂપી ફળને ધારણ કરી અત્યંત શોભવા લાગ્યા. સાર્થવાહ સમાન તે ગુરૂ મહારાજ શ્રીધર્મપત્તન નામના નગરથી વિવિધ પ્રકારના પુણ્યરૂપી કરીયાણાઓ લાવી આપી ભવ્ય જનને સુખી કરવા લાગ્યા. કરૂણાના સાગરરૂપ મહા સાર્થવાહ જેવા તે અનંત જ્ઞાનવાળા ગુરૂમહારાજની અસીમ કૃપાથી કેટલાક જીવો કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષની સંપત્તિને પ્રાપ્ત કરવાવાળા થયા, કેટલાક વૈમાનિક દેવની સમૃદ્ધિને પામ્યા, કેટલાક અનુત્તર વિમાનની સંપદાને પામ્યા, કેટલાક ચક્રવર્તી આદિકની સમૃદ્ધિને પામ્યા, કેટલાક નિવૃત્તિને પામ્યા, અને કેટલાક તે જ ભવે ઉજવળ કેવળજ્ઞાન પામ્યા. આ પ્રમાણે નિરંતર ઘણું પુણ્યના લાભવડે શ્રી જયાનંદ કેવળીએ લાંબા કાળ સુધી ત્રણે જગત સુખમય, પુણ્યમય અને હર્ષમય કર્યું. તથા બળવાન એવા અતિશયોની શ્રેણિવડે તેમણે ત્રણે જગતને પ્રસન્ન કર્યા.
, ૧ મજજન એટલે ડુબકી મારવી અને ઉન્મજજન એટલે બહાર આવવું વિગેરે. . ધર્મરૂપ પાટણ.
22
__/
FREEE E