________________
ચૌદમા સ.
૪૩
મણિરત્નની જેમ અદ્ભુત, ઉત્તમ, ૧સમકિતના સારાળા અને સ` ઇચ્છિત વસ્તુને આપનાર છે. તેથી કરીને કૃતજ્ઞ એવા તારે વટવૃક્ષના બીજની જેમ યત્નથી તેને જ મેળવવા તેમજ સેવવેા અને તેને જ સે'કડા શાખાવાળા કરવેા. જો કે સાતે બ્યસને આપણા રાજ્યમાં પ્રથમથી જ નથી, તાપણ તારે પ્રયત્નપૂર્વક તેને નિષેધ કર્યો કરવા, કેમકે તે વ્યસન પુણ્યરૂપી વૃક્ષને વિષે કુહાડાના ઘા જેવુ' કામ કરે છે. વળી હે પુત્ર! સ્વજન, પરિવાર, મિત્ર, પંડિત, અધિકારી, રાજસેવક, પત્ની, પુત્ર અને પ્રજા વિગેરે સ ઉપર યાગ્યતા પ્રમાણે પ્રીતિ અને રતિ કરજે. ”
આ પ્રમાણે સત્ય અને હિતકારક ઉપદેશવડે પુત્રને તથા બીજા સને આનંદ પમાડી શ્રીજયાન'ન્દ્વ રાજાએ આનદથી સર્વે જિનચૈત્યેામાં અષ્ટાહ્નિકા મહેાત્સવ કરાવ્યા. હવડે વિધિપૂર્ણાંક ‘વિવિધ પ્રકારનાં વસ્ત્ર તથા આહારાદિકના દાનવડે સામિ કનેાનુ વાત્સલ્ય અને ભક્તિ વિગેરે કર્યું, જો કે પેાતાના રાજ્યની જેમ ખીજા સવ રાજ્યેામાં યશને કરનારી સ` જીવાની અમારી હંમેશને માટે પ્રથમથી જ તેણે પ્રવર્તાવી હતી, તેપણ આ અષ્ટાહ્નિકા મહાત્સવના દિવસેામાં હંમેશાં આ લેાક અને પરલેાકમાં હિતકારક એવી તે અમારીને પેાતાના સેવક પાસે વિશેષ કરીને પડહની ઉદ્ઘાષણાકિવડે પ્રવર્તાવી, આ સિવાય તેમણે બીજા પણ શ્રી જિનશાસનના મહાત્મ્યને દૃઢ કરનારા પ્રભાવનાદિક અનેક કાર્યો વિશેષે કરીને કર્યાં.
પછી તેમના પુત્ર શ્રી કુલાનંદ રાજાએ હર્ષોંથી મહેાત્સવ સહિત દીક્ષાભિષેકની અપૂર્વ સામગ્રી તૈયાર કરાવી, તેને શ્રીજયાનંદ રાજાએ વિધિપૂર્વક કૃતા કરી. ત્યારપછી ખીજાં કરવા લાયક કાર્યો કર્યા. અને પછી સુખલક્ષ્મીના નિવાસરૂપ મ་ગળધ્વનિના ઉલ્લાસપૂર્વક વસ્ત્ર, અલંકાર અને પુષ્પમાળા વગેરેવડે શરીરને અલંકૃત કરી, દિવ્ય શિબિકાપર આરૂઢ થઈ, શ્રીજયાનંદ રાજા સિંહાસનપર બેઠા. તેમના મસ્તક ઉપર 'છત્ર ધારણ કરવામાં આવ્યું, તેમની ચારે બાજુ ઉજવળ ચામરા વીઝાવા લાગ્યા, અને તેઓશ્રીની આગળ સર્વ આડ ંબરપૂર્વક સર્વ સમૃદ્ધિ અને સ વાજિંત્રા પ્રકાશિત થયાં, ગીતગાન થવા લાગ્યાં, ઇચ્છિત મહાદાનેા અપાવા લાગ્યાં, ધવલમ ગળ થવા લાગ્યાં, વિચિત્ર પાત્રાનાં નાટકા થવા લાગ્યાં, અસખ્ય મગળ પાકા બિરૂદાવળી ખેલવા લાગ્યા; છત્ર, ચામર, હસ્તિ, અશ્વ, ધ્વજ, કુંભ વિગેરે અષ્ટમંગળ આગળ ચાલ્યાં, ગણતરી ન થઈ શકે તેટલા પાયદળા, ચતુરંગ સૈન્યને! સમૂહ, ચાતરફ પ્રસરતા કરોડા દેવા અને વિદ્યાધરા વિગેરે પણ અનુક્રમે યથાર્યેાગ્ય રીતે ચાલવા લાગ્યા.
૧ ચિંતામણિ સારા સારવાળા હાય છે.