________________
શ્રી જ્યાનંદ કેવી ચરિવ . આ પ્રમાણે આગમના તત્વને હૃદયમાં નિશ્ચય કરી કૃત્યને જાણનાર પુરૂષ જન્મથી આરંભીને શુદ્ધ શિયળને જ પાળે છે. તેવી શક્તિ ન હોય તે પુરૂષે સ્વદારા સંતેષનું વ્રત પાળવું જોઈએ, અને સ્ત્રીએ પોતાના ભર્તારથી જ સંતોષ રાખવો જોઈએ.”
આ પ્રમાણે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું અને શ્રી ચક્રાયુધ રાજર્ષિએ વાણીના વિષયમાં કરેલું સુકૃત ઘણા જ હર્ષપૂર્વક સાંભળીને શ્રીજયાનંદ ચક્રવર્તી અત્યંત આનંદથી વ્યાપ્ત થઈ તથા ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરવાને ઉત્સુક થયા. તેથી પિતાને અભિપ્રાય જણાવવા માટે તેણે હિતને ઉપદેશ આપનાર ધર્માચાર્ય શ્રી ચક્રાયુધ સૂરીશ્વરજીને વિનંતિ કરી કે-“હે ભગવંત મારા ઉપર પ્રસન્ન થાઓ, અને ક્ષણવાર રાહ જુઓ, કે જેથી હું મારે સ્થાને જઈ મારા પુત્રને રાજ્ય આપી મહોત્સવ સહિત આપશ્રી પાસે આવી દીક્ષા અંગીકાર કરું. કેમકે હું સંસારથી ઉદ્વેગ પામે છે, તેથી મારું ચિત્ત રાજ્યને વિષે લેશ પણ રંજન થતું નથી.”
આ પ્રમાણે હદયમાં છેલી હકીકત નિવેદન કરી, પૂજ્યગુરૂમહારાજશ્રીની આજ્ઞા લઈ દીક્ષાને માટે ઉધમવંત થયેલા તે રાજેદ્ર મોટા મહોત્સવ સહિત પિતાના મહેલમાં જઈ નવી પ્રભુતાવડે શોભતું અને સાત અંગવાળું પિતાનું રાજ્ય પિતાના પુત્ર શ્રી કુલાનંદકુમારને આપ્યું. પછી તેને સારે રસ ઉપજે તેવી રીતે સર્વ હિતશિક્ષા આપી કે–“હે વત્સ! તું સર્વ પ્રજાને પિતાના સહોદર–બંધુની જેમ પાળજે કેમકે તે પ્રજાએના જ ઉત્તમ ભાગ્યવડે તથા આશીર્વાદવડે લાલનપાલન કરેલા રાજઓ પ્રાયે કરીને જળવડે લતાના સમૂહની જેમ વૃદ્ધિ પામે છે. હે વત્સ! પાલન કરેલી પ્રજા સુખમાં કે દુઃખમાં અને સુતાં કે જાગતાં કદાપિ પિતાના પ્રજાધર્મથી ચૂકતી નથી.
પ્રજાજને મહત્સવાદિક કરતા હોય, અનેક પ્રકારના દાનાદિક કરતા હોય, લક્ષ્મી ઉપાર્જન કરતા હોય, સુખના સમૂહથી અને કુટુંબના પ્રેમથી વૃદ્ધિ પામતા હોય, સમૃદ્ધિવાળા થયા હોય અને યશસ્વી થયા હોય તથા બીજા પણ ઉત્તમ ગુણે ઉપાર્જન કરતા હોય તે તે જોઈને સૂર્યની જેમ જે રાજાએ હર્ષ પામે છે, તેઓ જગતને પ્રિય, * ધન્ય, માનને લાયક, પુણ્યવંત, કૃતાર્થ, લાંબા આયુષ્યવાળા, ન્યાયી અને યશસ્વી થાય છે, તથા તેમનું રાજ્ય ઘણા લાંબા કાળ સુધી સ્થિર થાય છે.
હે વત્સ! તને આ મોટું રાજ્ય પ્રાપ્ત થયા છતાં જે પ્રકારે ધર્મ સદાય નહિ, તે પ્રકારે તારે નીતિમાં અને વિનયમાં પ્રવર્તવું. સર્વ ધર્મને વિષે પણ જૈનધર્મ ચિંતા