________________
દ્વિતીય સ
આ રીતે સ મળીને ખાર ત્રત થાય છે. આ ખાર ત્રતા, છ પ્રકારનું આવશ્યક, તથા દાન, શીલ, તપ અને ભાવ આ સર્વ ગૃહસ્થને માટે ઉત્તમ ધમ છે. આ ગૃહસ્થ ધર્મ આરાધના કરવાથી આ ભવને વિષે પણ ઇચ્છિત સુખ અને લક્ષ્મી આપે છે, તથા પરભવમાં અનુક્રમે રાજા, ચક્રવર્તી, સ્વર્ગ અને મેાક્ષનુ સુખ આપે છે.
૫
સાધુધની આરાધનાથી મેાક્ષપત ઉત્કૃષ્ટ ગતિ થાય છે, અને શ્રાવકધમ ની આરાધનાથી બારમા દેવલાક સુધી ઉત્કૃષ્ટ ગતિ થાય છે. તથા અન્ને ધવાળાની જઘન્ય ગતિ પહેલા દેવલાકમાં થાય છે. તેથી કરીને શક્તિ પ્રમાણે આ બેમાંથી કોઈ એક ધર્માંની આરાધના પ્રયત્નપૂર્વક કરવી. આ ધર્મોને સાધનારી મનુષ્યત્વાદિક સામગ્રી પ્રાપ્ત થવી તે પણ અત્યંત દુભ છે. ’
આ પ્રમાણે તે મહર્ષિએ વિસ્તારથી ધંનું તત્ત્વ કહ્યું, ત્યારે રાજાએ તત્ત્વદૃષ્ટિથી શ્રાવકધમ ગ્રહણ કર્યો. ખીજા ઉચ્ચ કુળના ઘણા મનુષ્યાએ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શ્રાવકધમ અંગીકાર કર્યાં અને કેટલાકે સમકિત પ્રાપ્ત કર્યુ હારપછી જેમણે પ્રથમથીજ શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતા એવા મંત્રી વિગેરે સહિત રાજા અને ખીજા મનુષ્યા તે મુનીશ્વરને નમી હર્ષ પામતા પાતપેાતાને સ્થાનકે ગયા. એટલે જેને ઘણા પિરવાર થયા છે એવા તે જ્ઞાની મુનિએ અન્યત્ર વિહાર કર્યાં. કારણ કે વિશ્વના ઉપકાર કરવાની ઇચ્છાવાળા મહાત્મા સૂર્યની જેમ એક ઠેકાણે રહેતાજ નથી.
આ વખતે વનુસાર નામના રાજાના પુરાહિત રાજાની આજ્ઞાથી અહીં આ જ્ઞાની મુનિ પાસે આવ્યા હતા, છતાં તેણે નાસ્તિકપણાના ત્યાગ કર્યાં નહીં. કારણ કે ‘અસાધ્ય વ્યાધિમાં વૈદ્ય શું કરે ?' રાજા તેા મંત્રીના સંગથી જૈનશાસ્ત્રોના અભ્યાસ કરી સ્વદર્શન અને અન્ય દર્શનના તત્ત્વને જાણનાર થઈ અનુક્રમે ધર્મને વિષે દેઢ અને સ્થિર થયા.
એકદા મંત્રીઓ, સામતા, શ્રેષ્ઠીએ અને સેનાપતિ સહિત દેીપ્યમાન અલ'કારને ધારણ કરતા, ઇંદ્ર સમાન કાંતિવાળા અને ઉજવળ છત્ર તથા વીંઝતા ચામરાવડે શે।ભતા રાજા લક્ષ્મીવર્ડ સુધર્મા સભાને જીતનારી પેાતાની સભામાં મણિના સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે ત્યાં વિચિત્ર પ્રકારની કથા વાર્તા પ્રસરવા લાગી. તે સમયે રાજાએ સાધુ અને શ્રાવકના ગુણ્ણાની આ પ્રમાણે પ્રશંસા કરી.
“ અહા ! મુનિમહારાજા વિગેરેને ધન્ય છે કે જેએ પાતાના દેહને વિષે પણ મમતા રહિત થઇ પરલેાકના હિતને માટેજ ખાર પ્રકારનેા તપ કરે છે. ” આવા પ્રકારની
જ.-૪