________________
૨૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર હે ભવ્ય પ્રાણીઓ ! નિરંતર દુઃખથી ભરેલા આ સંસારસમુદ્રમાં દુઃખના નાશપૂર્વક સુખની પ્રાપ્તિને માટે જે કોઈપણ ઉપાય હોય તો તે એક ધર્મજ છે. સમકિતમૂળ તે ધર્મ ગૃહસ્થીને એગ્ય અને સાધુને એવા ભેદથી બે પ્રકાર છે. તેમાં ચિંતામણિરત્નની જેમ ઈષ્ટ વસ્તુને આપનાર સમકિત અતિદુર્લભ છે. કહ્યું છે કે–તે સમકિત દ્વિષટ એટલે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ ૧, દ્વાર ૨, પ્રતિષ્ઠાન ૩, આધાર ૪, ભાજન ૫ અને નિધિ ૬ રૂપ છે. આને કાંઈક ભાવાર્થ આ પ્રમાણે છે.–સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મનું જ્ઞાન થવું તથા તેમના પર શ્રદ્ધા થવી એ જ તે સમકિતનું લક્ષણ છે.
તેમાં અઢાર દે રહિત એવા દેવ તે સુદેવ છે, કારણ કે તેનું આરાધન જ મુક્તિને માટે થાય છે. તેમાં હાસ્યદિક છે, ચાર કષાય, પાંચ આશ્રવ, પ્રેમ, મદ અને કીડા આ અઢાર દેષને જે ત્યાગ કરે છે–તેથી રહિત છે, તથા ભવ્ય પ્રાણીઓ પાસે તે દેને ત્યાગ કરાવે છે, તે દેવ મોક્ષને માટે પંડિતોએ સેવવા લાયક છે. આવા પ્રકારના દેવ તે સંસારના દુઃખરૂપી વ્યાધિને નાશ કરવામાં વૈદ્ય સમાન એક અરિહંત જ છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે જેને આત્મા પવિત્ર થયેલ છે તે ગુરુ કહેવાય છે. અથવા જે મુનિ અકથ્ય (અશુદ્ધ) શય્યા (ઉપાશ્રય) વસ્ત્ર, પાત્ર, આહાર વિગેરેને ગ્રહણ ન કરે-નિર્દોષને જ ગ્રહણ કરે, પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય, તપ કૃત અને મનવડે શુદ્ધ હોય, સત્ય ધર્મનો ઉપદેશ કરતા હોય, પોતે સંસારસાગરને તરતા હોય, બીજા ભને તારનાર હોય તથા જે તત્વને જાણતા હોય તે ગુરુ કહેવાય છે.
ધર્મ બે પ્રકાર છે-તિધર્મ અને ગૃહસ્થ ધર્મ. તેમાં સર્વથા હિંસા, અસત્ય, ચય, મિથુન અને પરિગ્રહની મૂછને વર્જવાથી પાંચ મહાવ્રતમયે યતિને ધર્મ કહેવાય છે. બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ આ પ્રમાણે છે-સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચૌર્ય પરસ્ત્રીને ત્યાગ તથા ધનાદિકનું પરિમાણ એ પાંચ અણુવ્રત છે.
સર્વ દિશાઓમાં ગમન કરવાનું પરિમાણ કરવું, ભેગ અને ઉપભેગનું પરિમાણ કરવું અને અનર્થદંડને ત્યાગ કરે, આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. હમેશાં બની શકે તે પ્રમાણે સામાયિક કરવા, દેશાવકાશિક એટલે સર્વ વ્રતનો સંક્ષેપ કરે, અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વને દિવસે પૌષધ કરે તથા અતિથિને ઉત્તમ દાન આપવું એટલે અતિથિ સંવિભાગ કરે, આ ચાર શિક્ષાવ્રત કહેવાય છે.
૧. જેનું મૂળ કારણ સમકિત છે એ. ૨. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. 8. ક્રોધ, માન, માયા અને લેભ, ૪. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ.