________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર વડે મોટી કાંતિવાળા જાણે પૃથ્વી પર આવેલા સૂર્ય જ હોય તેમ શોભતા તે રાજા ગુરૂને વંદન કરવા ચાલ્યા.
તે રાજાની પાછળ રતિસુંદરી વિગેરે સર્વે રાણીઓ પિતા પોતાના પરિવાર સહિત ગુરૂને વાંદવા ચાલી. મોટી સમૃદ્ધિવડે સર્વ પૃથ્વીને મેહ પમાડતા તે ઉત્તમ રાજા મહિમાના સમદ્ર સમાન, મેહનો નાશ કરવામાં દઢ મતિવાળા અને સર તથા અસરના સમૂહે પૂજેલા એવા સદ્ગુરૂના દૂરથી દર્શન થતાં જ પટ્ટહસ્તી પરથી નીચે ઉતરી ગયા. તેમણે બંને પ્રકારના પાંચ પાંચ અભિગમ સાચવ્યા, હજારે રાજાઓને સમૂહ તેમની આજ્ઞા પ્રમાણે તેમની પાછળ ચાલ્ય.
આ રીતે ગુરૂ પાસે આવી વિવેક અને વિનયથી નગ્ન થયેલા તે રાજાએ ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી ઘણું દેદીપ્યમાન તેજવાળા તેમણે શુભ બળવાળા અને વિદ્યાચારણ મુનિઓમાં અગ્રેસર એવા તે ચક્રાયુધ સૂરીશ્વરને વિધિથી વંદના કરી ત્યારે તે મુનીશ્વરે પણ હર્ષપૂર્વક મસ્તકને નમાવતા તે શ્રીજયાનંદ રાજાને પાપને રોધ કરવામાં અર્ગલા સમાન ધર્મલાભરૂપ આશીષ આપી આનંદ પમાડ્યો. પછી શ્રીજયાનંદ રાજાએ બે હાથ જોડી આનંદના ઉલ્લાસથી તે વિદ્યાચારણ મુનિઓના આચાર્ય શ્રી ચકાયુધસૂરિની સ્તુતિ કરી. ત્યારપછી અનુક્રમે બીજા સર્વ રાજાઓએ, અંતઃપુરની સ્ત્રીઓએ અને બીજા પરાદિકજનોએ પણ હર્ષથી તે મુનીશ્વરને વંદના કરી અને તેમની સ્તુતિ કરી.
પછી શ્રીજયાનંદ રાજા વિગેરે સર્વે તે ગુરૂની સન્મુખ વિનયથી અનુક્રમે ગ્યસ્થાને વિધિ પ્રમાણે બેઠા. એટલે તે સદ્ગુરૂએ સુર, અસુર અને મનુષ્યના સમૂહવડે યુક્ત એવી તે પર્ષદાને હર્ષ આપનારી તેમને પ્રતિબંધ કરવા માટે ધર્મદેશના શરૂ કરી. તેમાં સંસારને નાશ કરનારી સર્વજનને સાધારણ એવી ધર્મદેશના આપતાં. વચ્ચે ક્ષીરાશ્રવલખ્યિએ કરીને મનોહર એવી વાણી વડે શ્રીજયાનંદ રાજા વિગેરેને પ્રતિબોધ કરવા સારુ સ્પષ્ટપણે પિતાના પૂર્વભવ સહિત તેમને પૂર્વભવ આ પ્રમાણે કહ્ય–
હે રાજન ! પુર્વે માળીના ભાવમાં રાજાના પ્રસાદથી બને પ્રિયાઓ સહિત તમે દેવપૂજા કરી હતી તે તમને મહાફળવાળી થઈ છે. ત્યારપછી તમે અતિસુંદર નામે મંત્રી થયા. તે ભાવમાં પણ તે પૂર્વ ભવની જ બને પ્રિયાએ તમારી પ્રિયા થઈ. તે ભવમાં અતિબળ નામના રાજર્ષિ પાસેથી તમે શ્રીજૈનધર્મ પામ્યા અને તે શુદ્ધ ધર્મનું બને પ્રિયા સહિત તમે આરાધન કર્યું.
નg/WWWation