________________
ચી બે સગી
૪૭૩ કલ્યાણના સમૂહને કરનારા અને વિશ્વને હર્ષ આપનારા ગુરૂમહારાજના આગમનરૂપ ઉત્સવગેડે આજે તમે વૃદ્ધિ પામે છે. એટલે તમને ગુરૂના આગમનની વધામણી આપું છું.” તે સાંભળી નિર્મળ મતિવાળા રાજાએ તેને પૂછયું કે
“હદયમાં રહેલા ગાઢ આનંદરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન છે વનપાળ! વિશ્વના ગુરૂ અને ગુણના સાગરરૂપ ક્યા ગુરૂમહારાજાએ આપણું વનને પવિત્ર કર્યું છે?” ત્યારે વનપાલે પૃથ્વીરૂપ આકાશને વિષે ચંદ્રસમાન અને અપાર કીર્તિવાળા તે રાજાને કહ્યું કે
હે પ્રભુ! વખાણવા લાયક એવી તમારી પૃથ્વીને વિષે અત્યંત પ્રભાવવાળા ચકાયુધ સુરીશ્વર પધાર્યા છે. તેમનું નામ શ્રવણ કરવાથી જ પ્રાણીઓનાં સર્વ દુઃખ ત્રાસ પામે છે, તે ગુણલક્ષમીનાં ધામ છે, પ્રીતિનાં પાત્ર છે, તેમનું શરીર કાંતિના સમૂહને વિસ્તારે તેવું છે, તેમને લેકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે, ઉત્તમ સાધુસમુદાય તેમની સેવા કરે છે; વિકસ્વર એવા આપણા ઉદ્યાનમાં નિર્દોષ એવા ગાઢ છાયાવાળા પ્રદેશના આશ્રય કરીને તેઓ રહેલા છે, તેમની સાધુચર્યા મનહર અને લકત્તર છે, તેઓ શ્રેષ્ઠ ચારિત્ર પાળવામાં અગ્રેસર છે, તેમનો પ્રતાપ જગતમાં સૂર્યના તેજને પણ જીતે છે. તેઓ દર્શનથી જ વિશ્વને આશ્ચર્યા ઉત્પન્ન કરે છે, તેમના વચનનો વિસ્તાર અમૃતને પણ વ્યર્થ કરે છે, અને તે અનેક ઉત્તમ લબ્ધિના નિધાન છે. આવા તે મુનીને જોઈ માત્સર્યનો ત્યાગ કરી પુણ્યરૂપી વિત્તવાળા ઘણા ભવ્ય પ્રાણીઓનાં ચિત્ત દીક્ષાદિક અંગીકાર કરવાને ઉત્સાહી બને છે. પૂર્વના અગણિત પુણ્યના ઉદયથી જેમનું ભવિષ્યમાં અવશ્ય કલ્યાણ થવાનું હોય છે એવા પુરૂષોને જ આવા સદ્ગુરૂનાં દર્શન થઈ શકે છે. તેથી તમે શીધ્રપણે સત્વવડે નૃત્ય કરતા પુન્યના રંગવડે તરંગવાળા થઈમેટી સમૃદ્ધિ સહિત ઉદ્યાનમાં પધારી તે સદ્ગુરુને વંદના કરે.” ( આ પ્રમાણે તેની વાણી સાંભળી શરીરપર રે માંચના સમૂહને ધારણ કરતા શ્રી જયાનંદ રાજાએ હર્ષ પામી પોતાના શરીર પર રહેલા વસ્ત્ર તથા તમામ આભૂષણો તે વનપાળને વધામણમાં આપી દીધાં. પછી હર્ષ પામેલા રાજાએ પટહની ઉદ્ઘેષણપૂર્વક સમગ્ર સામગ્રી તૈયાર કરી સૂર્યના નાદવડે આકાશને ભરી દીધું. અને સેના, મંત્રી તથા સામંત વિગેરે સર્વ પરિવારને સાથે લઈ, અત્યંત આદરપૂર્વક પટ્ટહસ્તીપર આરૂઢ થયા. તેની બન્ને બાજુએ ચામરોના સમૂહ વીંઝાવા લાગ્યા. તેમના મસ્તકપર ધારણ કરેલા પૂર્ણ ચંદ્રને જીતનાર મેટા છત્રવડે આતપને નાશ થઈ ગયે. દેદીપ્યમાન હજારે રાજાઓ
જ-૬૦