________________
ચૌદમા સ
૪૭૫
ત્યાંથી તમે અને તમારી બન્ને પ્રિયાએ આયુષ્ય પૂર્ણ થયે મહાશુષ્ક દેવલોકમાં દેવ થત્રા. ત્યાંથી ચ્યવીને તમે આ ત્રણ ખંડની પૃથ્વીના ભોક્તા થયા. પૂર્વભવમાં જે એ તમારી પ્રિયાએ હતી તે આ ભવમાં રાજાના કુળમાં રતિસુ દરી અને વિજયસુદરી નામે ઉત્પન્ન થઈ અને તે તમારી રાણીએ થઈ. તે બન્ને સર્વ સતીએમાં શિરામણી છે.
નરવીર નામના રાજાના તમે મતિસુ ંદર નામના મ`ત્રી હતા, તે વખતે તમે મેટા ઉદ્યમથી તે રાજાને શ્રીજૈનધમ પમાડયા હતા. તે ધર્મીનું આરાધન કરીને તે રાજા દેવ થયા હતા, અને ત્યાંથી ચ્યવીને ચક્રના બળવાળા હું ચક્રાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તી થયા.
પૂર્વે કરેલા ધના આરાધનથી વૈતાઢચ પર્યંતની બન્ને શ્રેણિના સામ્રાજ્ય સુખને મે' મેળવ્યું. છેવટ તમે મને જીત્યા ત્યારે મને વૈરાગ્ય થવાથી મે' દીક્ષા લીધી અને તે મુનિપણુ' પાળવાથી હાલમાં હું ચાર જ્ઞાનવાળા થયો છું. મેં પૂર્વે રાજાના ભવમાં સ્ત્રીને માટે તમને બાંધી કેદમાં નાંખ્યા હતા, તેથી આ ભવમાં તમે મને બાંધીને કાષ્ટના પાંજરામાં નાંખ્યા. મેં તે વખતે તમને થોડા વખતમાં જ કેદથી મુક્ત કરી બહુમાન આપ્યું હતું, તમે મારાપર ધ પમાડવાવડે ઉપકાર કર્યો હતા, અને આપણી પ્રીતિ દૃઢ થઈ હતી.
તેજ પ્રમાણે આ ભવમાં પણ તમે મને શીઘ્રપણે ધનથી મુક્ત કર્યાં, અને મે હર્ષોંથી તમને કન્યા તથા રાજ્ય આપ્યુ. તેમજ અત્યારે તમને વિશેષ ધર્મની પ્રાપ્તિ કરાવવાવડે તમારી ઉપર પ્રત્યુપકાર કરવાની મારી ઇચ્છા થવાથી હું અહીં આવ્યેા છે. વળી હે રાજા ! ખીજી પણ કેટલીક વાત કહું છું, તે સાંભળેા—પૂર્વ મંત્રી અને રાજાના ભવમાં તમે અને મે' કલ્પવૃક્ષ જેવા જે શ્રાવકધર્મ નું આરાધન કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં આપણને પંચેન્દ્રિયના સુખભોગ સહિત અખંડ અને અદ્ભુત રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તમારી ધમાં શ્રદ્ધા અધિક હાવાથી તમને વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
તમે અમાત્યના ભવમાં મુનિને કહ્યુ` હતુ` કે—“ શું તમારાં નેત્રા ગયાં છે કે જેથી કરીને આ આહાર સુઝતા નથી એમ બેલે! છે ? ” તથા તમારી પહેલી પ્રિયાએ તે મુનિના કુળની નિંદા કરી હતી. બીજી પ્રિયાએ કહ્યુ` હતુ` કે—, આ અંધને જિલ્લને આપે।. ’” ઈત્યાદિક વચનેાવડે તમે ત્રણેએ જે અશુભ ક ઉપાર્જન કર્યુ હતું, તે કર્મોના પશ્ચાત્તાપાદિકવડે તમે કેટલાક કર્મોના તા ક્ષય કર્યો હતા; તેપણ તે કા કેટલાક અશ ખાકી રહેલા હેાવાથી આ ભવમાં કેટલેક કાળ તમે નેત્ર રહિત થયા હતા.
2