________________
ઉપર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ગયા છે, તેથી હે નાથ ! તમે મને જોઈ શકતા નથી. તાપણુ હે નાથ ! માત્ર તમારા દનની અને તમારી સમીપે રહેવાની જ હું પ્રાર્થના કરૂ છુ. જો કે તે બન્ને વસ્તુ જ દિવ્ય ભાગ અને દિવ્ય અશનની જેમ મારે માટે ચિરકાળથી અસ'ભિવત થઈ છે.
હે સ્વામી! હું તેા નિર'તર તમારૂ જ ધ્યાન કરૂં છું, અને તમે તેમને સંભારતા પણ નથી. તમે મૂર્તિમાન કામદેવ છે અને હું રતિ છું, તેથી તમે મને ન તો. હે નાથ ! તમે જ મારા પ્રાણને ખરીદ કર્યો છે, તેથી તે તમારે જ આધીન છે. તમારા પ્રસાદરૂપી પ્રીતિદાન વિના મારા નિર્વાહ શી રીતે થઈ શકે ? હે નાથ ! તમારા પ્રસાદ તે દૂર રહેા, પણ મારી ચિંતા કરવાના પણ તમે ત્યાગ કર્યો જણાય છે. આ વાત તમને મૂકીને બીજા કાની પાસે કહુ? હે મૃગસમાન નેત્રવાળા ! હૈ નાયક ! મનુષ્યોને સદિયામાં એક મન જ સારભૂત હૈાય છે. તેા હૈ દેવ! તે મારા મનને તમે સાથે લઈ જઈ ને મને એકલી નિરાધાર કેમ રાખી છે? હે કરૂણાના નિધાનરૂપ નાથ ! હું માત્ર તમારી જ ભક્તિવાળી છુ, તમે એક જ મારા શરણરૂપ છે, અને હું તમારી જ કૃપાનું સ્થાન છું, તેથી મારી ચિંતા તમારે જ કરવાની છે. જેમ ચંદ્રિકા ચંદ્રની સહચારી છે, જેમ સૂ`કાંતિ સૂર્યંની સહચારી છે અને જેમ શરીરની છાયા શરીરની સહચારી છે, તેમ હું તમારી સહચારી છું. માટે મારાપર પ્રસન્ન થઈને તમે પેાતાની મેળે જ મારા ઉપર સ્વાભાવિક કૃપા કરે.' આ પ્રમાણે હું સૂરદત્ત ! મારા પતિને મારા વચને તારે કહેવાં. વળી હે સુરદત્ત ! ત્યાં રહેલા મારા સ્વામિના ક્ષેમકુશળાદિકના સમાચાર જેવા હાય તેવા અને જેવા તું જાણતા હૈ તેવા કહે કે જેથી મારા મનમાં સàાષ થાય.”
આ પ્રમાણે રતિસુંદરીના પૂછવાથી તે સૂરદત્તે પણ તેણીના કાનને સુખ ઉપજાવે તેવુ' તેણીના સ્વામી કુમારરાજનું સર્વ સ્વરૂપ અહીથી નીકળ્યા પછીનું આ પ્રમાણે આદર સહિત કહી બતાવ્યું. “ લક્ષ્મીપુરના રાજા શ્રીપતિની ત્રણ કન્યાઓનુ` પાણિગ્રહણ કર્યું, તે રાજા વૈતાઢચ પર્યંત ઉપર ગયા અને ત્યાં તેમણે ઘણી ઘણી વિદ્યાએ મેળવી, પવનવેગ નામના વિદ્યાધર રાજાના પુત્રને છેડાવીને તેની ઉપર ઉપકાર કર્યો, તેની પુત્રીનું પાણિગ્રહણ કર્યું', ચક્રાયુધ નામના ખેચરચક્રવતી ના પરાજય કર્યાં, તેની તથા ખીજા વિદ્યાધરાની હજારા કન્યાઓનુ` ઉત્સવ સહિત પાણિગ્રહણ કર્યું. ત્યાંથી પેાતાના લક્ષ્મીપુર નગરમાં આવ્યા, ત્યાં આવીને પેાતાના રાજ્યને ભાગવવા લાગ્યા અને સ શત્રુ રાજાઓના વિજય કરીને ત્રણ, ખંડ સાધ્યા પછી પૂર્વે પરણેલી સર્વે સ્ત્રીઓને એલાવી લીધી. ’