________________
પરે
ચૌદ સ. પ્રયાસને સફળ કરે, અને આ પલંગ ઉપર આરૂઢ થાઓ, કે જેથી આપણે આપણા સ્વામી પાસે જઈએ.આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી પડદાની અંદર રહેલી તે સતી બોલી કે –
અહો ! તું તે મોટું સાહસ કરવા ઈચ્છે છે કે જેથી હર્ષિત થઈને મારી સાથે આ પ્રમાણે તું જવા ઈચ્છે છે ! પરંતુ મન, વચન અને કાયાથી શુદ્ધ શિયળવડે ઉજવળ એવી સર્વ સતીઓ પ્રાણુતે પણ પરપુરૂષને સ્પર્શ કરતી નથી. જો કે હમણાં તે પરસ્ત્રીના નિયમનું વ્રત અંગીકાર કર્યું છે, તે પણ હવે પછી આ વ્રતની દઢતાને જરા પણ તજીશ નહિ. પરસ્ત્રીના ત્યાગ કરતાં વિશેષ બીજો કોઈ સદાચાર સપુરૂએ મા નથી, આજ તેમને માટે નિધિ છે, અને આ જ તેમનું પરમ ભૂષણ છે.
મારા પતિ શ્રી જયાનંદ રાજા અહીંથી જ્યારથી ગયા છે, ત્યારથી કઈ પણ વખત અને કઈ પણ ઠેકાણે અન્ય પુરૂષનું મુખ પણ મેં જોયું નથી. સ્વજનના કે બીજા કેઈપણ પુરૂષ સાથે કેઈપણ પ્રકારની વાતચિત કરી નથી કે કેઈપણ પ્રકારને પરિચય કર્યો નથી, શૃંગાર વિગેરે પહેર્યા નથી, સ્નિગ્ધ આહારનું ભોજન કર્યું નથી, તાંબૂલાદિક મુખવાસને ઉપયોગ કર્યો નથી, નખ કેશ વિગેરેને સંસ્કાર કર્યો નથી, તેમ જ અભંગ, સ્નાન, પુષ્પમાળા, અંગરાગ, અનુલેખન વિગેરે કિયાવડે કોઈપણ વખત અંગને સંસ્કાર કર્યો નથી. માત્ર હમેશાં આત્માને ઉચિત એવો અને શરીર ધારણ થઈ શકે એટલે જ આહાર કર્યો છે, તે વિના બીજું કાંઈપણ કર્યું નથી, અને પતિના પરદેશ જવાથી સતી સ્ત્રીઓ જે આચાર પાળે તે સર્વ આચાર મેં પાળે છે. સેંકડે પ્રજન પ્રાપ્ત થયાં છતાં પણ તે આચાર મેં તજ નથી.
હે સૂરદત્ત ! પ્રાયે કરીને આકૃતિ અને ચેષ્ટા વિગેરે તારા ભાવને સમજી જનારી દાસીઓએ તારે માટે જે કર્યું છે તે ઉચિત જ કર્યું છે; કેમકે આજ સુધી મારા ઘરમાં કે ઈપણ પુરૂષને પ્રવેશ મેં કરવા દીધું નથી, તે હવે તારી સાથે એક જ આસન પર બેસીને હું કેવી રીતે ત્યાં આવી શકું? માટે તું તારે સ્થાને જા, અને મારા પતિને જઈને કહે કે તેમને પિતાના આવ્યા વિના હું બીજા કેઈની સાથે આવીશ નહિ.
વળી સારા ભાગ્યવાળા તમે પુણ્યના પ્રભાવથી સ્થાને સ્થાને મારા જેવી સુંદર પવાળી સેંકડો બીજી કન્યાઓને પ્રિયારૂપ કરી છે, તેમના પ્રેમરૂપી વેગથી વણાયેલા અને ભક્તિની ચતુરાઇરૂપી સુતરથી ઉત્પન્ન થયેલા તેમના પ્રીતીરૂપ પરથી તમે ઢંકાઈ