________________
૪૫૦
શ્રી જ્યાનંદ કેવી ચરિત્ર પછી બંધનરહિત, સ્વસ્થ ચિત્તવાળા અને હર્ષ પામેલા તેને અન્ય પુરૂષના દર્શનને પણ નિષેધ કરનારી રતિસુંદરીએ પડદાની અંદર રહીને પૂછ્યું કે –“તું કેણ છે? તારો નિવાસ કયાં છે? અને કયા પ્રજનને લીધે કયા સ્થાનથી તું અહીં આવ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર આપ.” આવા પ્રશ્ન પૂછવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતે તે યથાર્થ રીતે બોલ્યો કે–
હે સ્વામિની! સાંભળે...” * વિજયપુર નામના નગરના નરેંદ્ર શ્રીવિજ્ય નામે રાજા છે, તેમના પુત્રરત્ન શ્રીજયાનંદ નામના રાજા હજારે રાજાવડે સેવવા લાયક છે. અનુપમ લક્ષ્મીવાળા તે રાજા જાણે બીજા સૂર્ય હોય તેમ હાલમાં ઉગ્ર પ્રતાપથી તપે છે. સૂર્ય કમળાકરના સમૂહને વિકસ્વર કરે છે, પરંતુ સર્વત્ર મૃદુ કરવાળો તે તે રાજા છે એ આશ્ચર્ય છે. આશ્ચર્યકારક રાજ્યલમીને ભેગવનાર અને પિતાની ભૂજાપર સમગ્ર પૃથ્વીના ભારને ધારણ કરનાર એવા તે રાજાની નિરંતર સેવા કરનાર હું સૂરદત્ત નામને ક્ષત્રિય પુત્ર છું. હું લક્ષ્મીપુર નગરમાં રહું છું. તે નગર પિતાની અસમાન સર્વ સમૃદ્ધિવડે મેટા નગરેની પણ સ્પર્ધા કરે છે. તે નગર હાલમાં શ્રી જયાનંદ રાજાની મુખ્ય રાજધાની છે, તેમની સેવા કરવાથી હું નિરંતર સુખી રહું છું. વિદ્યાધર વિગેરે ના મુખથી શ્રી જ્યાનંદ રાજાનું આદિથી અંત સુધીનું સર્વ વૃત્તાંત મેં સાંભળ્યું છે, હું તેમને સેવક છું, તેથી તેમણે મને આદરસત્કારપૂર્વક તમને બોલાવવા માટે મેક છે; અને તેના જ દિવ્ય પલંગના પ્રગવડે વિદ્યાધરની જેમ આકાશગામી ગતિવડે હું અહીં આવ્યો છું. તેમણે જ મને રત્નાદિક ઘણું દ્રવ્ય આપ્યું છે, તે લઈને હું અહીં આવી તમારી પરીક્ષા કરવા માટે તમારા ઘરની પાસેના ઘરમાં રહી ઈચ્છિત ભેગ ભેગવું છું. તેણે જ આપેલી ઔષધિના દિવ્ય પ્રભાવથી સ્ત્રીનું રૂપ ધારણ કરીને હું પુણ્યશાળી અને મહા સતી એવી જે તમે તેનું દર્શન પામે છું. હે માતા! ઇદ્રાણીના રૂપને પણ જીતનારૂં તમારું રૂપ જોઈને દુર્ભાગ્ય ગે હું ભ્રમિત થયે, તેથી પરિણામે આવી શોચનીય દશાને પામ્યો છું. અત્યારે તમે પરસ્ત્ર વિગેરેને નિયમ આપી પુણ્યમાર્ગ દેખાડવાથી મારો ઉદ્ધાર કર્યો છે. લક્ષ્મીપુર નગરના ઇંદ્ર શ્રીજયાનંદ રાજા કે જે તમારા પતિ છે, તે તમારે વિષે ચિરકાળથી ઉત્કંઠાવાળા છે, અને તમારા આગમનને ઈચ્છે છે. તે હે સ્વામિની ! તમે મારી બહેન છે, તેથી મારા - ૧ સૂર્ય કમળના સમૂહને અને આ રાજા લક્ષ્મીવંતના સમૂહને વિકસ્વર કરે છે. ૨ સૂર્ય મૃદ્ધ કર-કમળ કિરણવાળે હેય નહિ, અને આ રાજા તે પ્રજા પાસેથી મૃદુ એટલે અલ્પ કર લેનારે છે.