________________
પીએ સર્ગ
હમણાં તું ઘણું દુઃખથી તાપ પામે છે, તેથી આ પ્રમાણે બોલે છે, પરંતુ આ પ્રમાણે બોલવાથી તારા પાપનાં ફળને કાંઈ પણ અંત આવવાને નથી, કારણ કે પાપથી અધ થયેલા જેને પરભવમાં નરકાદિકનું કટુ ફળ પ્રાપ્ત થાય છે, અને ઘણું જમેને વિષે મહા દુઃખો સહન કરવો પડે છે, તેથી તેને અનંત કાળ સુધી દુસ્તર દુઃખ પ્રાપ્ત થશે. તને જે પાપની વાંછા થઈ હતી તેની માત્ર આ વાનકી જ તું જુએ છે. બાકી જેઓ જેવું અને જેટલું કર્મ બાંધે છે, તેઓ તેવું અને તેટલું ફળ પણ ભોગવે છે. જેઓએ જે વખતે જેવું ફળ ધાન્ય કે લતા વિગેરે જે કાંઈ વાવ્યું હોય છે તેઓ તેના પરિપાકનો સમય આવે ત્યારે તેવું અને તેટલું જ લણે છે તથા ભેગવે છે.
મનુષ્યોને આ ભવમાં કે પરભવમાં જે કાંઈ સુખ દુઃખાદિક પ્રાપ્ત થાય છે, તે સર્વ પિતાના કર્મને અનુસારે જ પ્રાપ્ત થાય છે, તેથી તું જરા પણ ખેદ ન પામ. આ જગતમાં પિતાની ઇચ્છાથી જ કરેલા શુભ કે અશુભ કર્મો ભગવ્યા વિના છૂટકે થાય એમ નથી જ.” આ પ્રમાણે વારંવાર તેણીને ઉપદેશ સાંભળવાથી તથા નિરંતર પ્રાપ્ત થતા ભય અને વધાદિકથી તે સૂરદત્ત પ્રતિબોધ પામે, તેથી તત્કાળ મનની દુષ્ટતાને તેણે ત્યાગ કર્યો, તેનું મુખ અને નેત્રે તેજવડે દેદીપ્યમાન થયાં, તે પિતાની ચેષ્ટાવડે નિંદ્ય કર્મને શાચ કરવા લાગે, વિનયપૂર્વક તેણીને બે પગમાં પડી વારંવાર તેણને ખમાવવા લાગ્યું, અને છેવટે તેણે અવશ્ય પરસ્ત્રીના ત્યાગને નિયમ અંગીકાર કરવા જણાવ્યું.
આ પ્રમાણેની તેની ચેષ્ટા વડે, નમ્રતા ધારણ કરવાવડે અને મુખની દીનતાવડે તેનું મન પરસ્ત્રીથી વિરતિને પામ્યું છે એમ માની દયાળુ, સરળ સ્વભાવવાળી, શિયળ વ્રતવાળી અને સતીઓમાં શિરોમણિ તે રતિસુંદરીએ દાસી પાસે તેને સાંકળ વિગેરેના ઉગ્ર બંધનથી મુક્ત કરાવ્યું તથા તેને ઘણું જ અ૫ અન્ન અપાતું હોવાથી જીવતાં છતાં પણ જાણે મરેલું હોય તેવા થઈ ગયેલા તેને ઔષધિવડે પ્રથમની જેવા રૂપવાળે પુરૂષ બનાવ્યું.
વળી ફરીથી એક વખત તેના દુષ્ટ આચરણ દેખાવાથી તે રતિસુંદરીએ તેને દાસીઓ પાસે દઢ બંધનથી બંધાવ્યો અને તેના કપાળમાં તપાવેલી લેઢાની સળીવડે “આ શ્રીજયાનંદ રાજાને દાસ છે” એવા અક્ષરે લખાવ્યા; તેમ જ ફરીથી કઈ વખત પણ ભૂલાય નહિ એવો, અત્યંત કટુ અને દુસહ એ તેને તિરસ્કાર કર્યો, વળી તેવા અશુભ કર્મનું આવું નિશ્ચિત ફળ સંભળાવી તેને પરસ્ત્રીત્યાગને નિયમ ગ્રહણ કરાવીને મુક્ત કર્યો.
-
-